ખબર

ગ્રીષ્માના હત્યારો ફેનિલ કોર્ટેમાં દોષિત સાબિત થયો છે, આ વાત પર ફેનીલનાં વકીલે કહ્યું, “ખોટું જજમેન્ટ છે !”, સમગ્ર વાત સાંભળીને તમે ચોંકી જશો

સુરતના બહુ ચર્ચિત કેસ ગ્રીષ્મા હત્યા કાંડન અંદર બે દિવસ પહેલા જ આરોપી ફેનિલ ગોયાણીને દોષિત ઠેરવવામાં આવ્યો છે, ત્યારે કોર્ટની અંદર હવે તેને ફક્ત સજા સંભળાવવાની બાકી રહી છે, બે દિવસની કાર્યવાહીમાં બંને પક્ષના વકિલો દ્વારા દલીલો કરવામાં આવી રહી છે. ત્યારે ફેનિલને દોષિત જાહેર કરતા જ તેના વકીલ ઝમીર શેખે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જે કહ્યું તે જાણીને તમે પણ હેરાન રહી જશો.

હટાયર ફેનિલનો કેસ લડી રહેલા વકીલ ઝમીર શેખને જયારે ફેનિલને દોષિત ઠેરવવા ઉપર તેમનું નિવેદન પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે “આ એકદમ ખોટું જજમેન્ટ છે. આ જજમેન્ટ કબૂલ નથી, મંજુર નથી. આ દેશની એ બ્યુટી છે જયારે લોઅર કોર્ટ કોઈ જજમેન્ટ આપે એને તમે ઉપર ચેલેન્જ કરી શકો. એજ અમે કરીશું.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “ઘણા કેસો એવા છે જેમાં લોઅર કોર્ટે ફાંસીની સજા કરી, અને ઉપરની કોર્ટે એકવીટલ આપી દીધું. પાર્લામેન્ટ એટેકની અંદર પ્રોફેસર ગિલાનીને ફાંસીની સજા કરી હતી સ્પેશિયલ કોર્ટે તેને હાઇકોર્ટે તદ્દન નિર્દોષ જાહેર કરી દીધો.” આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, મેં કોર્ટમાં ફોટોગ્રાફ રજૂ કર્યા છે, પેનડ્રાઈવ રજૂ કર્યું છે.”

ઝમીર શેખ એમ પણ જણાવી રહ્યા છે કે “મરનાર બેનને આરોપી આલિંગનમાં લઈને ઉભો છે, પરંતુ નામદાર કોર્ટે આજે જે જજમેન્ટ વાંચી સંભળાવ્યું છે, તેમાં કોર્ટ એમ કહે છે કે આ ફોટોગ્રાફ ઉપરથી એવું નથી જણાઈ આવતું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ છે.” ત્યારે હવે આગળની દલીલમાં ઝમીર શેખ આ કેસ ફાંસીનો નથી તેવી દલીલ રજૂ કરશે.