ગ્રીષ્મા હત્યા કેસમાં આવ્યો નવો વણાંક…

સુરતના સૌથી ચકચારી ભરેલા કેસ ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં રોજ રોજ અલગ અલગ ખુલાસાઓ થઇ રહ્યા છે. પોલિસે હત્યાના આરોપી ફેનિલ ગોયાણી વિરૂદ્ધ 2500 પેજની ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં પોલિસે ખૂબ જ ઝડપી તપાસ કરી હતી અને લોકો પણ ઇચ્છી રહ્યા છે કે આરોપી ફેનિલને કડકમાં કડક સજા થાય અને ગ્રીષ્માને જલ્દી ન્યાય મળે.ત્યારે આજે ગુરુવારના રોજ આરોપી ફેનિલને વીડિયો કોન્ફરન્સની કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેમાં આવતીકાલની તારીખ પડી હતી જેના કારણે હવે કાલે ફરી ફેનિલને રજૂ કરવામાં આવશે.

આ કેસ સુરત સેશન્સ કોર્ટમાં રજૂ થવાનો હતો પરંતુ ગ્રામ્ય કોર્ટથી કેસને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી ફેનિલ સામે જલ્દી કાર્યવાહી થઇ રહી છે. હાલ આ કેસને સુરત ગ્રામ્ય કોર્ટમાંથી સુરત કોર્ટમાં રેફર કરી દેવામાં આવ્યો છે અને આ કેસ હવે ડે ટુ ડે ચાલે તેવો મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સરકારી વકીલ દ્વારા પણ 28 દસ્તાવેજી પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આવતીકાલે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ ફેનિલને ફિઝીકલી હાજર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતિની ગળુ કાપીને જાહેરમાં હત્યા કરી દીધી હતી. જે બાદથી આ કેસમાં રોજ રોજ અલગ અલગ ખુલાસા થઇ રહ્યા છે. પોલિસે ફેનિલને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યુ હતુ. આ દરમિયાન તેણે અનેક ખુલાસા કર્યા હતા. આ ઉપરાંત કોર્ટ દ્વારા તેના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ ફેનિલે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફેનિલે અગાઉથી જ ગ્રીષ્માની હત્યાનું કાવતરુ ઘડી રાખ્યુ હતુ.

Shah Jina