ખબર

BREAKING : કોણ છે હત્યારા ફેનીલનો વકીલ? વકીલે કર્યો ખુબ જ ચોંકાવનારો ખુલાસો

માસુમ ગ્રીષ્માની હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના 3 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. પોલીસે આરોપી ફેનીલ ગોયાણીનાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેના બાદ કોર્ટ દ્વારા 19 ફેબ્રુઆરી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા.

ફેનિલ ગોયાણીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જેના બાદ કોર્ટમાં તેને ગઈકાલે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં વિવિધ મુદ્દાઓને લઈને કોર્ટમાં તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પોલીસ આરોપી ફેનિલ ગોયાણીને લઈને કઠોર કોર્ટમાં પહોંચી હતી, જ્યાં પોલીસ દ્વારા વિવિધ મુદ્દા માટે રિમાન્ડ મંગાવામાં આવ્યા હતા.

જેમાં પહેલો મુદ્દો હતો આરોપીએ ગુનો કરવામાં બે મોટા છરાનો ઉપયોગ કરેલ છે.તે પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મેળવેલ છે.તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે. તો બીજો મુદ્દો ગુનો કરવામાં હાલના આરોપી ઉપરાંત અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ ? તે અંગે આ આરોપીને સાથે રાખી ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.

ત્રીજો મુદ્દો આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે. તો ચોથા મુદ્દા તરીકે  આરોપીને સાથે રાખી ઘટના અંગેનું રીકંસટ્રકશન પંચનામુ કરવાનું હોય આરોપીની હાજરીની જરૂરીયાત છે. આ ઉપરાંત પાંચમો મુદ્દો આરોપીએ ગુનો કર્યા બાદ સાહેદ સાથે કરેલ વાતચીતનું રેકોડીંગ થયેલ હોય જેથી વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરવા અર્થે સાહેદ તથા આરોપીને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઇ જઇ વોઇઝ સેમ્પલ લેવડાવવા હાજરીની જરૂરીયાત છે

પોલીસ દ્વારા સાતમા મુદ્દા તરીકે આરોપીની ઓળખ માટે સાયન્ટીફીક પુરાવા મેળવવા આરોપીની હાજરીની જરૂરીયાત છે. તો આઠમા મુદ્દામાં આરોપી પોલીસ પધ્ધતિથી વાકેફ હોય અને હકીકત છુપાવતો હોય તેમજ આરોપીને ઇજા થયેલ હોય યુકતિ પ્રયુકતિ પુર્વક ગુનાને લગતી ઝીણવટ ભરી પુછપરછ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

કોર્ટની બહાર ગ્રીષ્માના સરકારી  વકીલ દ્વારા મીડિયા સાથે પણ વાતચીત કરવામાં  હતી, ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોર્ટમાં આરોપી ફેનિલનો બોડી લેન્ગવેજ કેવો હતો, ત્યારે જવાબમાં સરકારી વકીલે કહ્યુ કે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર કોઈ પશ્ચયાતાપ દેખાતો નહોતો તેવું તેના બોડી લેન્ગવેજ પરથી દેખાતું હતું.