માસુમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી દેનારા પાપી ફેનિલના પિતાએ જે કહ્યું તે સાંભળીને તમે પણ હચમચી ઉઠશો

સુરતમાં બનેલી ખુબ જ દયનિય ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારી ગ્રીષ્માની આજે અંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તમામ લોકોએ ગ્રીષ્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ગ્રીષ્માની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને લોકો પણ ભાવ વિભોર થઇ રહ્યા છે. આજનો દિવસ ખુબ જ ગમગીની ભર્યો છે. સુરતમાં જે દીકરીની હત્યા થઇ એ દીકરીના આજે અંતિમસંસ્કાર થઇ રહ્યા છે.

પરિવારની લાડકવાયી દેહને ભેટી ભેટીને પપ્પા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. અંતિમ સંસ્કારમાં માતાના કરુણ આક્રંદે આખા સુરતને ધ્રુજાવી નાખ્યું છે. આ એવી ઘટના છે જેમાં હાજર સૌ કોઈ રડી પડ્યું. ગ્રીષ્માની હત્યાનો મામલો આજે આખા ગુજરાતમાં આગની જેમ પ્રસરી રહ્યો છે. ઠેર ઠેર લોકો ગ્રીષ્માને ન્યાય મળે આને આરોપીને ફાંસી થાય એવી માંગણી કરી રહ્યા છે. ગ્રીષ્માના પરિવારજનો પણ આરોપી ફેનિલને ફાંસીના માંચડે લટકાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે હવે લોકો સામે હત્યારા ફેનીલનાં કારસ્તાન પણ ખુલ્લા પડી રહ્યા છે. ફેનીલનાં એક પછી એક કાંડ હવે સામે આવવા લાગ્યા છે.

હત્યારા  ફેનિલ ગોયાણીની એક પછી એક પોલ ખુલીને સામે આવી રહી છે. ગ્રીષ્માની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ફેનિલ પ્રત્યે આજે આખા ગુજરાતની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તેના એવા એવા કારસ્તાન ખુલ્લા પડ્યા છે કે સાંભળીને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે.

ગ્રીષ્માનું ચાકુથી ગળું કાપી નાખીને મોતને ઘાટ ઉતારનારો ફેનિલ પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આગાઉ તે એક ચોરીના મામલામાં પકડાઈ ચુક્યો છે. કતારગામ વિસ્તારની અંદર એક ઇનોવા ગાડીની ચોરી કર્યા બાદ તેને ગીરવે મૂકીને પૈસા લેવાની તૈયારીમાં હતો પરંતુ ત્યારે જ પોલીસે તેના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા.

ગાડીની ચોરી થતા જ ગાડીના માલિક ગણતરીના સમયમાં જ કતારગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચોરીની જાણ કરી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રવિવારે સાંજે પીડિત યુવતીના પરિવારને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પીડિતાના પરિવારજનોને સાંત્વના આપી હતી અને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

ગાડીના માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગાડીમાં લાગેલા જીપીએસ ટ્રેકરની મદદથી ગણતરીની મિનિટોમાં જ ગાડીને કડોદરા ખાતેથી કોર્ડન કરી લેવામાં આવી હતી. પરંતુ ત્યારે ગાડીની અંદર કોઈ મળ્યું નહોતું, પરંતુ આ બાબતે પોલીસ તપાસ કરતા ફેનિલનું નામ સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ફેનિલની પુછપરછ કરતા તેને પોતાના બે મિત્રો સાથે ગાડીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતો અટકાવી દેવાયો હતો. તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું. યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફેનિલ કોલેજમાં મહિનામાં એકાદ બે વાર જ જતો હતો. કોલેજમાં ગયા બાદ પણ તે વર્ગખંડમાં જવાને બદલે કેમ્પસમાં બેસી રહેતો હતો. ફેનિલ પોતાના ગજવામાં તિક્ષ્ણ હથિયારો લઈને કોલેજમાં આવીને જાણે રૌફ જમાવવાનો પ્રયાસ કરતો હોય એ પ્રકારે કેમ્પસમાં ફરતો હતો. છોકરીઓની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે.

ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હતો. જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો.

આજે સુરતની દીકરી ગ્રીષ્મનાં અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે અને મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સુરતની દીકરીની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે.ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

બીજી બાજુ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડર થી અશ્વની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચ ને કામગીરી બંદોબસ્ત ની જવાબદારી સોપાઈ છે.ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે.

ઉલ્લેખનિય છે કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે એક 21 વર્ષના યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવથી સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી જવા પામી છે. આ ગુનાના આરોપી ફેનિલનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. બીજી તરફ આ બનાવના પગલે સુરતના પ્રબુદ્ધ નાગરિકો પોલીસ કમિશનરને મળ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી.

ગુજરાતની અંદર હાલ સુરતમાં થયેલ ગ્રીષ્મા વેકરીયા નામની માસુમ દીકરીની હત્યાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માના પરિવારજનોની સામે જ તેની સોસાયટીની બહાર ખુલ્લે આમ તેની ગળું કાપીને હત્યા કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ ગત રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના બાદ લોકોમાં પણ ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક વર્ષથી ફેનિલ ગ્રીષ્માને હેરાન કરતો હતો જેના બાદ પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. ગ્રીષ્માની માતાને હજુ દીકરી આ દુનિયામાં નથી રહી તે અંગની જાણ નથી, તેમને એમ જ કહેવામાં આવ્યું છે કે ગ્રીષ્માની સારવાર ચાલી રહી છે.

તો બીજી તરફ ગ્રીષ્માના પિતા નંદલાલ પણ  દીકરીના મોતથી અજાણ છે. તેઓ હાલ આફ્રિકામાં છે અને તેમના આવ્યા બાદ દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના પિતા નંદલાલને જાણ કરવામાં આવી છે કે તેમના દીકરાનો અકસ્માત થયો છે. તો આ મામલામાં આરોપી ફેનીલનાં પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે.

ફેનીલનાં પિતાએ જણાવ્યું કે, “ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં રહ્યો નથી. ફેનિલ વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે પણ મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો નહિ. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો પણ અમને મંજૂર છે.”

તો બીજી તરફ ગ્રીષ્માના પરિવારજનોની માંગ છે કે આરોપીને ફાંસી થવી જોઈએ. આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી, જેની અંદર ઘણી જ બાબતો પરિવાર દ્વારા જણાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે આરોપી યુવક ફેનિલ અને ગ્રીષ્માના પરિવાર વચ્ચે 7-7 વાર સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

મૃતદેહ પાસે પરિવારજનો અને માતા-પિતાએ આક્રંદ કર્યું હતું. સમાજના સેંકડો લોકો ચોધાર આંસુએ વિદાય આપી હતી. સુરતની દીકરી ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.બીજી તરફ સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં દીકરીની યોજાયેલી અંતિમવિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સુરતમાં જાહેરમાં હત્યા થયેલી આ ઘટના પછી આજે ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને સેંકડો લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સ્મશાનમાં આવેલા સેંકડો લોકોએ દીકરીના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી જે જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. ગુજરાતમાં દીકરીઓ સલામત ન હોવા પર લોકોએ કહ્યું હતું કે દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે એ માટે આકરી સજા થાય એ જરૂરી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સ્મશાનયાત્રામાં દરમિયાન સેંકડો લોકો કાર અને બાઈક પર જોડાયા હતાં, જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક બાજુથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

Niraj Patel