ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી હત્યારા ફેનિલ ગોયાણીનો થશે આ ટેસ્ટ, પછી આ બાબતમાં થઇ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી, જુઓ

સુરતમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ માસુમ યુવતી ગ્રીષ્મા વેકરીયાની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી, આ ઘટનાને આજે એક અઠવાડીયુ વીતી ગયું છે અને આ કેસમાં પોલીસનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. આરોપી હત્યારા ફેનિલના આજે સાંજે 4 વાગે રિમાન્ડ પૂર્ણ  થવાના  છે, જેના બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ત્યારે હવે આ મામલામાં પોલીસ ધ્વરા આરોપીને કડક સજા થાય તે માટે થઈને ફોરેન્સિક અને ટેક્નિકલ પુરાવાને વધારે મહત્વ આપી રહી છે. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે વીડિયોમ સાથે આરોપી ફેનીલનાં ફોટા મેચ કરીને FSLના દૃષ્ટિકોણથી મહત્વની માનવામાં આવતી ફેસ રેકિગ્નેશન ટેક્નોલોજીની પણ મદદ લીધી હોવાનું રેન્જ આઇજી રાજુકમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પોલીસ માટે હત્યારા ફેનીલનાં ડીઝીટલ પુરાવા ભેગા કરવા માઈલ સ્ટોન સમાન સાબિત થઇ શકે છે. ફેનિલે  ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી હતી તે દરમિયાન સામે આવેલા ફોટો અને તસવીરો પણ એફએસએલને મોકલવામા આવ્યા છે. આર્ટિફીશયલ ઇન્ટેલિજન્સ બેઝ સોફ્ટવેયર વીડિયોમાં દેખાતા ફૂટેજ અને જૂના ફોટોના આધારે નાક, વાળ, કાન, ફેસ કટથી લઇને ઝીણવટપૂર્વક રેકેગનેશન કરી કેટલી હદે મળતો આવે છે તેનો રિપોર્ટ આપે છે.

આરોપી હત્યારા ફેનિલ ગોયાણીના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, રિમાન્ડનો આજે છેલ્લો દિવસ છે. કોર્ટ દ્વારા આજે એટલે કે 19 ફેબ્રુઆરી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલામાં હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલ અને તેના મિત્રની વાતચીતનો એક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ફેનિલ ગ્રીષ્માની હત્યા કર્યા પહેલા તેના એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને ગ્રીષ્માની હત્યા કરવાની વાત જણાવી રહ્યો હતો. ત્યારે આ વાયરલ ઓડિયોની અંદર વોઇસ ફેનિલનો છે કે કેમ તે જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો 3-3 વાર બોલાવીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આજે આરોપી ફેનિલના રિમાન્ડ પુરા થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંભવતઃ પોલીસ દ્વારા ફેનીલનાં વધુ રિમાન્ડ પણ મંગાવામાં આવી શકે છે. ગ્રીષ્માના પરિવાર વતી તેનો કેસ સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા છે. તેમને કોર્ટ સમક્ષ આ કેસમાં ઝડપી ન્યાય માટેની રજુઆત કરી આ ઉપરાંત કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માંગ કરી હતી. તેમજ સરકારી વકીલ દ્વારા સરકારી સ્કીમ હેઠળ વળતર માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

Niraj Patel