હત્યારા ફેનીલનાં ચહેરા ઉપર આજે કોર્ટમાં રજૂ થતા સમયે જરા પણ નહોતી શરમ, જાણો કોર્ટમાં શું કહીને તેના વકીલે મુદ્દત માંગી ?

સુરતના બહુ ચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસના મુખ્ય આરોપી ફેનિલ ગોયાણી સમક્ષ પોલીસે મહત્વના પુરાવાઓ ભેગા કરી અને 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે,  જેના બાદ ગઈકાલે ગુરુવારથી કોર્ટમાં તેની સુનાવણી પણ શરૂ થઇ ગઈ છે. ગઈકાલે વીડિયો કોન્ફ્રન્સ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી, ત્યારે આજે કોર્ટમાં તેને રૂબરૂ હાજર કરવામાં આવ્યો હતો.

ફેનિલને આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પોલીસના કડક બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે પણ ફેનીલનાં ચહેરા ઉપર કોઈપણ પ્રકારનો અફસોસ કે કોઈપણ પ્રકારની શરમ જોવા મળી નહોતી. આ દરમિયાન કોર્ટની અંદર પણ આરોપી હત્યારા ફેનિલ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો હતો. પરંતુ હત્યારા ફેનિલે પોતાનો ગુન્હો કબૂલ કરવાની ના પાડી દીધી હતી.

આરોપી ફેનીલનાં વકીલ ઝમીર શેખ દ્વારા ચાર્જશીટ વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે. આ કેસ સોમવારથી રાબેતા મુજબ કોર્ટમાં ચાલશે તો રોજેરોજ કાર્યવાહી સાથે તમામ પુરાવા અને સાક્ષીની જુબાની પણ લેવામાં આવશે.

ત્યારે આ બાબતે ગ્રીષ્માનાવકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આરોપી ફેનિલને સુરતના મુખ્ય ન્યાયાધીશ શ્રી વિમલ કે વ્યાસ સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર તરફે પ્રપોઝ ચાર્જ આપવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ આજે તોહમતનામું ફરમાવવામાં આવ્યું.

તેમને આગળ જણાવ્યું કે, “ન્યાયધીશ સાહેબે બધાની સમક્ષ જણાવ્યું છે કે આ ટ્રાયલ ડે ટુ ડે ચાલશે. હવે સોમવારથી મેડિકલ એવિડન્સથી ફરિયાદ પક્ષ પોતાનો પુરાવા રજૂ કરશે.” ગ્રીષ્માનો કેસ લડી રહેલા વકીલ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે આરોપી ફેનીલનાં વકીલ ઝમીર શેખ પણ તેના તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતા.

ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ગુરુવારના રોજ કેસની મુદત દરમિયાન આરોપીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરાયો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 80 જેટલાં દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા

Niraj Patel