સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં વધુ એક ખુલાસો…ઈજાગ્રસ્ત ફેનિલની સારવાર દરમિયાન ડોક્ટરને ખબર પડી કે

ગ્રીષ્મા હત્યા કેસમાં જેલની અંદર બંધ હત્યારો ફેનિલ ગોયાણી હજુ પોતાની ચાલબાજીથી આ કેસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તે કોર્ટમાં બેભાન થઈને ઢલો પડ્યો હતો અને પછી લાડુ ખાવાની પણ માંગ કરી હતી, ત્યારે હાલમાં તેને જે કર્યું તે સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

જેલમાં બંધ હત્યારા ફેનિલે જેલની લેન્ડલાઈન ઉપરથી ક્રિષ્ના નામની એક યુવતીને ફોન કરીને તેના પક્ષમાં જુબાની આપવા માટે જણાવ્યું હતું, પરંતુ ક્રિષ્નાએ આ બાબતની જાણ પોલીસ અધિકારીને કરી દેતા આ સમગ્ર મામલો બહાર આવી ગયો હતો. ક્રિષ્ના નામની આ યુવતીને ફેનિલે પોતાની બહેન માની હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર ગત બુધવારના રોજ ફેનિલે લાજપોર જેલની ઓથોરિટીને જણાવ્યું હતું કે તે તેની બહેનને ફોન કરવા માંગે છે, જેના બાદ સત્તાધીશ દ્વારા ફેનિલને પરવાનગી આપવામાં આવી હતી, આ દરમિયાન ફેનિલે તેની માનીતી બહેન ક્રિષ્ના સાથે ફોન ઉપર વાત કરી હતી. જેમાં ફેનિલે કહ્યું હતું કે “આજે બપોરે બે વાગ્યે કોર્ટમાં આવજે અને મારા પક્ષમાં જુબાની આપજે.”

ક્રિષ્નાએ આ વાત અધિકારીને જણાવતા અને પછી કોર્ટમાં પણ સામે આવતા સૌ કોઈ હેરાન રહી ગયા હતા. ત્યારે આ મામલાને લઈને મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં અરજી આપી હતી અને આરોપી ફેનિલે આરોપીના હક્કનો દૂરઉપયોગ કર્યો હોવાના કારણે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ફેનિલની માનીતી બહેન ક્રિષ્નાએ કોર્ટમાં જુબાની આપતા જણાવ્યું હતું કે ફેનિલ પહેલાથી જ ગ્રીષ્માની પાછળ પડ્યો હતો. ગ્રીષ્મા ફેનિલને પસંદ કરતી નહોતી, તે છતાં પણ ફેનિલ તેની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરતો હતો. ફેનિલ જયારે પણ કોલેજની બહાર ક્રિષ્નાને મળતો ત્યારે “હું પેલીને મારી નાખવાનો છું.” એમ કહેતો હતો. જે દિવસે ગ્રીષ્માની હત્યા કરી તે દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી અને જણાવ્યું હતું કે તે ગ્રીષ્માની હત્યા કરવાનો છે.

પરંતુ ક્રિષ્નાએ આ વાતને મજાકમાં સમજી લીધી, કારણ કે અગાઉ પણ ફેનિલ આવું ઘણીવાર બોલી ચુક્યો હતો, પરંતુ જયારે બીજા દિવસે સમાચારપત્રો અને ન્યુઝ ચેનલમાં આ ઘટના વિશે ક્રિષ્નાએ જાણ્યું ત્યારે તે પણ હેરાન રહી ગઈ હતી. ક્રિષ્નાની જુબાનીથી કોર્ટમાં બેઠેલા લોકો પણ હેરાન રહી ગયા હતા.

તમને જણાવી દઈએ કે સુરતમાં થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં હાલ ડે ટુ ડે ટ્રાયલ ચાલુ છે અને કોર્ટની અંદર ઘણા બધા સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી ગઈ છે, આ દરમિયાન ઘણા બધા નવા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ છે. કોર્ટમાં હાજર રહેલા સાક્ષીઓએ પણ ફેનિલને ઓળખી બતાવ્યો હતો.

સુરતના કામરેજમાં ગ્રીષ્મા નામની યુવતીને છડેચોક એક તરફી પ્રેમમાં પાગલ થઈને ફેનિલે ગળું કાપી હત્યા કરવાનો મામલો ગુજરાતમાં talk of the town બન્યો હતો પછી હત્યારા ફેનિલ ગોયાણીને હમણાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આજે ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થયા બાદ પોલીસ સાંજે ફેનિલને જાપ્તામાં હોસ્પિટલમાંથી લઈ જઈ રહી છે.

નરાધમ ફેનિલ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં 302 હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તેની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવશે ત્યારે જ હકિકતમાં હત્યાનું કેવી રીતે પ્લાનિંગ કર્યુ તે બહાર આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેનિલને સાથે રાખી અને મૃતક દીકરીના ઘર પાસે રિકનસ્ટ્રક્શન કરવામાં આવશે પરંતુ પોલીસ બંદોબસ્ત વધારવો પડશે. આજકાલ લોકોમાં ફેનિલ ગોયાણી માટે એટલો રોષ છે કે તેના પર હુમલો થઈ શકે છે.

હાલ નવી માહિતી સામે આવી છે કે રાત પર જ સરેઆમ ગ્રીષ્મા નામની યુવતીનું ગળું નિર્દયતા પૂર્વક કાપીને તેની હત્યા કરનારા ફેનિલ નામના યુવકે ઉશ્કેરાટમાં ઝેરી દવા ગટગટાવી હતી. હવે જાણવા મળ્યું છે કે ફેનિલે પોતાની નસ કાપી જ નહોતી ફક્ત ચામડી કાપી હતી. તેણે નસ કાપવાનું નાટક કર્યુ હોવાની શક્યતા છે. જોકે, મેડિકલ રિપોર્ટ પોલીસ મેળવે પછી વધુ ખુલાસા થશે.

સિવિલ હૉસ્પિટલમાં હત્યારા ફેનિલને ડોકટરે સારવાર આપી હતી અને ત્યાં ફેનિલને 10 ટાંકા આવ્યા છે. 48 કલાકથી ગોયાણીને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર આપાવમાં આવી હતી. પછી તેને રજા આપવામાં આવી છે. આજે 15 તારીખ મંગળવારે સવારે 9:30 કલાકે સુરતની માસુમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની સ્મશાનયાત્રા નીકળી હતી.

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા ફેનિલે ગ્રીષ્મા નામની યુવતીની તેની માતા સામે ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી મૂકી છે. આખા ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી આ જ ઘટનાની ચર્ચા થઇ રહી છે

એવામાં આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સામાજિક આગેવાનોએ શહેરમાં કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે, આજે સુરત પોલીસ કમિશનરે આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સુરત પોલીસના જાહેરનામા પ્રમાણે, હવેથી સુરતમાં હોટલો, કોફીશૉપ, કાફે અને રેસ્ટોરન્ટની આડમાં ધમધમતા કપલ બોક્સ (જેમાં યુવક યુવતીઓ કેબીન જેવા બોક્સમાં કાંઈ પણ કરી શકે છે) પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હોટલો અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ હોટલો અને રેસ્ટોરન્ટ અને કાફેમાં સીસીટીવી લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. વધુમાં આવા સ્થળો પર અશ્લિલ કૃત્યો તેમજ નશીલા કે કેફી પદાર્થોનું સેવન ના થવું જોઈએ. આ સિવાય સ્કૂલ, કૉલેજ, ટ્યૂશન ક્લાસ અને મહિલા હોસ્ટેલ બહાર કારણ વિના પુરુષોને બેસવા કે ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસનું કહેવું છે કે, કિશોરીએ કે સ્ત્રીઓ, બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે તેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બનીને ઘરની બહાર હરીફરી શકે તે જરૂરી છે. ગઈકાલે મંગળવારે હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો અને આજે બુધવારે સુરત પોલીસ દ્વારા રિમાન્ડ માટે ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ઘણાય અનિષ્ટ તત્વો સ્કૂલ કે કોલેજ જતી સ્ટુડન્ટ, પોતાના કામે એકલી જતી યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, ગંદા શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામુ પાડી 17મી ફેબ્રુઆરીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો-કોલેજો, ટ્યુશન-ક્લાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા, ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે.

ગુજરાતના ચકચારી ભરેલા કેસ ગ્રીષ્મા હટકાંડના એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા તેને પોલીસ સમક્ષ પણ કેટલીક રજુઆત કરી હતી ત્યારે હવે આ મામલામાં ફેનિલ અને તેના એક મિત્રની ફોન ઉપર થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવી રહ્યો છે.

કથિત રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ઓડિયો કલીપ ફેનિલ અને તેના મિત્ર વચ્ચેની વાતચીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત આઓડિયો કલીપ હત્યાના દિવસની જ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ક્લિપમ ફેનિલ ગ્રીષ્માને મારી નાખવાનું જણાવતો સંભળાઈ રહ્યો છે. તો તેનો મિત્ર તેને સમજાવતો સંભળાઈ રહ્યો છે.

ઑડિયામાં ફેનિલ તેના મિત્રને કહી રહ્યો છે કે, “પેલી મારી ગર્લફ્રેન્ડ હતીને તેના ઘરે ખબર પડી ગઈતી ત્યારે માથાકૂટ થઇ તો ત્યારે મારુ આઈડી પાસવર્ડ એની પાસે હતું ત્યારે એને મને એ રીતે મેસેજ કરીને હલવાડયો. તો એને મારા ઘરે આવીને કહ્યું કે ફેનિલ ગોયાણી કોણ ? મેં કીધું હા તો મને એને એક લાફો માર્યો.”

ઓડિયોમાં આગળ ફેનિલ કહી રહ્યો છે કે, “જેવા મને લાફો માર્યો એવો મેં બેયને લાફા માર્યા. તો એ આવ્યા હતા કંઈક પાંચ-છ જણા. હું જ્યાં બહાર જાઉં ત્યાં વાંહેથી મને મારવાની ટ્રાય કરે છે. એક વાર મોટા વરાછા બેઠો હતો. તો ત્યાંથી મને મારવા આવ્યો. ત્યારે તેનો મિત્ર તેને પૂછે છે કે તને મારવા માટે કોણ આવે છે ? એના પપ્પા કે એના ભાઈઓ ?”

ત્યારે ફેનિલ જવાબ આપતા કહેતા સંભળાઈ રહ્યો છે કે, “એના પપ્પા નથી, એના કાકા, એના ફુવા અને એના મામા એ ત્રણ જણ. તો મને વાંહેથી મારવા આવ્યા. એ નથી આવતા બીજાને મોકલે છે. આવું એને ત્રણથી ચાર વાર કરેલું છે. હવે હું એના ઘરે જાઉં છું ઓલીના (ગ્રીષ્માના) અને એને પતાવીને હું દવા પી જાઉં છું.”

ફેનિલની વાત સાંભળીને તેનો મિત્ર જણાવી રહ્યો છે કે, “તું એના ઘરે જઈને શું કરીશ ?” ત્યારે જવાબમાં ફેનિલ કહે છે કે, “હું એને મારી નાખીશ, મારે બીજું કઈ નથી જોવતું.” તેનો મિત્ર કહે છે “પરંતુ શું કરવા ?” ત્યારે ફેનિલ કહે છે, એ મારી વાંહે પડી ગયા છે. ત્યારે તેનો મિત્ર કહે છે કે “એને (ગ્રીષ્મા)એ તારું શું કર્યું ? એ છોકરીએ ?”

આ વાતનો જવાબ આપતા ફેનિલ કહે છે કે, “એમ નહિ, એક વસ્તુ છે, હું કઈ એની પાસે નથી ગયો, રેડી… એ મારી પાસે સામેથી આવેલી. પછી એના માથે આવી ગયું તો એને નામ નાખી દીધું મારુ. અને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો.” આ ઓડિયો બસ અહીંયા સુધીનો જ છે. જેમાં સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન પહેલાથી બનાવી લીધો હતો.

YC