ગ્રીષ્મા હત્યા કેસમાં આવ્યો એક ચોંકવાનારો ખુલાસો, પોલીસના હાથે લાગ્યા CCTVફૂટેજ, જુઓ શું આવ્યું સામે

ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આજે આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારી ગ્રીષ્માનીઅંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તમામ લોકોએ ગ્રીષ્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ગ્રીષ્માની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને લોકો પણ ભાવ વિભોર થઇ રહ્યા છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાના કારણે બે દિવસથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા, પરંતુ પિતાના આવતા જ દીકરીની અંતિમ યાત્રા યોજાઈ, ગ્રીષ્માના પિતા પણ તેના મોતથી અજાણ હતા અને જયારે તેમને દીકરીના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેમનું પણ હૈયું કંપી ઉઠ્યું હતું.

ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઇ ગઈ છે અને તેના માતા-પિતા પોતાની વ્હાલસોયી દીકરીના નિધનથી તૂટી ચુક્યા છે અને ચોંધાર આંસુએ રડી રહ્યા છે. સમાજના લોકો પણ ભીની આંખે ગ્રીષ્માને શ્રધાંજલિ આપવા પહોંચી રહ્યા છે.

ત્યારે સુરતની ગ્રીષ્મા હત્યા કેસની અંદર પોલીસના હાથમાં CCTV ફૂટેજ પણ લાગ્યા છે. જેમાં હત્યારા ફેનીલિ ગત 6 જાન્યુઆરીના રોજ સરથાણાની એક મોટી દુકાનમાંથી એક ચપ્પુ ખરીદ્યુ હતું તે જોઈ શકાય છે. ગ્રીષ્માના પરિવારે ફેનિલના ઘરે અગાઉ ફરિયાદ કરતા ફેનિલ ગ્રીષ્માના ઘરે જઈને ધમકી આપી હતી. ત્યાર બાદ તે ગ્રીષ્માને વધુ હેરાન કરવા લાગ્યો હતો.

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર એક ખુબ જ દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ફેનિલ ગોયાણી નામના યુવકે ગળું કાપીને હત્યા કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. ગ્રીષ્માની હત્યા બાદ તેના વિશેની બધી માહિતી લોકો જાણવા માટે ઉત્સુક બન્યા અને ગ્રીષ્માની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ.

ત્યારે હાલમાં જ ગ્રીષ્માની કોલેજની અંદરના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ગ્રીષ્મા કોલેજની અંદર ખીલખીલાટ કરતી જોવા મળી રહી છે. ગ્રીષ્માનો આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે. સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ હાલ ઘણો જ ચર્ચામાં છે. ત્યારે આ કેસમાં રોજે રોજ અલગ અલગ ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

હાલમાં જ એવી ખબર હતી કે આ કેસને હવે સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે, ત્યારે હવે વધુ એક ખબર આ કેસ સાથે જોડાયેલી સામે આવી છે. જેમાં હવે ફેનિલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. આ કેસ હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે. ઉલ્લેખનીય છે કે, આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાને કારણે કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીએ પોતાનો ગુનો કબૂલવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે રૂમમાં ફેનીલને કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યુ હતુ કે શું તેને ગુનો કબૂલ છે ? તો ફેનિલે ઇનકાર કરી દીધો હતો. ત્યારે હવે ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે અને આ કેસ હવે સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. જણાવી દઇએ કે, આ કેસમાં ઝડપભેર ટ્રાયલ પૂરી થાય અને ગ્રીષ્મા વેકરિયાને ન્યાય મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે, તેવું મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યુ હતુ.

નયન સુખડવાલા અનુસાર, કામરેજ પોલીસે ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલની સામે 2500 પેજની ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં 23 પંચનામાં, 190 સાક્ષી, 188 દસ્તાવેજી પુરાવા ઉપરાંત મેડિકલનો પુરાવો, ફોરેન્સિક પુરાવો અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવો વગેરે રજૂ કરવામાં આવ્યા છે.આરોપી ફેનિસ સામે ફરિયાદ પણ નોંધાવામાં આવી છે અને આ કેસ સેશન્સ ટ્રાયેબલનો હોવાને કારણે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ સમગ્ર જગ્યાએ તેને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ થઇ રહી છે.

હત્યારા ફેનિલે જાહેરમાં ગ્રીષ્માના ગળે ચપ્પુ મૂકી તેની હત્યા કરી દીધી હતી અને હત્યા બાદ ગ્રીષ્માએ તેના પ્રાણ છોડી દીધા હતા જે બાદથી આ કેસમાં રોજ રોજ અલગ અલગ ખુલાસા થઇ રહ્યા છે અને ફેનિલ વિરૂદ્ધ પુરાવા પણ એકત્રિત થઇ રહ્યા છે.ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ ગોયાણીએ તેના મિત્ર સાથે ફોન પર વાત પણ કરી હતી,

જે ઓડિયો ક્લિપ પણ પોલિસને મળી હતી અને આને આધારે પોલિસે ફેનિલના રિમાન્ડ દરમિયાન ગાંધીનગર FSLમાં લઇ ગયા બાદ ત્યાં વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરાવ્યો હતો. જે બાદ તેનો રીપોર્ટ પોલિસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ત્યારે આ બધા વચ્ચે એક એવી વસ્તુ સામે આવી જે ખરેખર ખૂબ જ સરસ છે. ગ્રીષ્મા પોલિસ અધિકારી બનવા માંગતી હતી અને તેણે સ્કૂલમાં પોલિસ કેડેટના પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. ત્યારે સુરતના તત્કાલિન પોલિસ કમિશનર રાકેશ અસ્થાના અને જોઇન્ટ પોલિસ કમિશનર આશિષ ભાટિયાએ અને નિપૂર્ણા તોરવણેએ પ્રમાણપત્રો આપ્યા હતા. ગ્રીષ્માએ સ્કૂલમાં સ્ટુડન્ પોલિસ ક્રેડેટમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

રાકેશ અસ્થાના અને નિપૂર્ણા તોરવણેએ ગ્રીષ્માને પ્રમાણપત્ર આપ્યું હતું, જે બાદ આશિષ ભાટીયાએ પણ પ્રમાણપત્ર આપી ગ્રીષ્માને પ્રોત્સાહિત કરી હતી.ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માનુ પોલિસ અધિકારી બનવાનુ જે સપનું હતુ તેને ફેનિલે ચૂર ચૂર કરી દીધુ. ગ્રીષ્માના ઘરે પોલીસે તપાસ કરી અને પરિવારજનોના નિવેદનો લીધા ત્યારે ગ્રીષ્માને મળેલા સર્ટિફિકેટ્સ જોઇ પોલીસમાં પણ ગમગીની જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં તેનું સમ્માન કરવામાં આવ્યુ હતુ.

જણાવી દઇએ કે 12 ફેબ્રુઆરીની સાંજે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાના ઘર પાસે જ તેનુ ગળુ કાપી જાહેરમાં જ હત્યા કરી દીધી હતી. તે બાદ પોતે હાથની નસ કાપી અને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સારવાર બાદ તે સાજો થઈ જતાં પોલીસે તેને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ તો આરોપી ફેનિલ વિરૂદ્ધ 2500 પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.

સુરતમાં જાહેરમાં હત્યા થયેલી આ ઘટના પછી આજે ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને સેંકડો લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સ્મશાનમાં આવેલા સેંકડો લોકોએ દીકરીના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી જે જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. ગુજરાતમાં દીકરીઓ સલામત ન હોવા પર લોકોએ કહ્યું હતું કે દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે એ માટે આકરી સજા થાય એ જરૂરી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સ્મશાનયાત્રામાં દરમિયાન સેંકડો લોકો કાર અને બાઈક પર જોડાયા હતાં, જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક બાજુથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

Niraj Patel