હજુ પણ આ નરાધમ સુધર્યો નથી, પોલીસ સ્ટેશનમાં બંધ ફેનિલે કર્યું એવું કામ કે સાંભળીને તમે જ કહેશો, “હમણાંને હમણાં જ આને તો ફાંસીએ ચઢાવો !!”

ગ્રીષ્મા હત્યા કેસમાં જેલની અંદર બંધ હત્યારો ફેનિલ ગોયાણી હજુ પોતાની ચાલબાજીથી આ કેસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તે કોર્ટમાં બેભાન થઈને ઢલો પડ્યો હતો અને પછી લાડુ ખાવાની પણ માંગ કરી હતી, ત્યારે હાલમાં તેને જે કર્યું તે સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

જેલમાં બંધ હત્યારા ફેનિલે જેલની લેન્ડલાઈન ઉપરથી ક્રિષ્ના નામની એક યુવતીને ફોન કરીને તેના પક્ષમાં જુબાની આપવા માટે જણાવ્યું હતું, પરંતુ ક્રિષ્નાએ આ બાબતની જાણ પોલીસ અધિકારીને કરી દેતા આ સમગ્ર મામલો બહાર આવી ગયો હતો. ક્રિષ્ના નામની આ યુવતીને ફેનિલે પોતાની બહેન માની હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર ગત બુધવારના રોજ ફેનિલે લાજપોર જેલની ઓથોરિટીને જણાવ્યું હતું કે તે તેની બહેનને ફોન કરવા માંગે છે, જેના બાદ સત્તાધીશ દ્વારા ફેનિલને પરવાનગી આપવામાં આવી હતી, આ દરમિયાન ફેનિલે તેની માનીતી બહેન ક્રિષ્ના સાથે ફોન ઉપર વાત કરી હતી. જેમાં ફેનિલે કહ્યું હતું કે “આજે બપોરે બે વાગ્યે કોર્ટમાં આવજે અને મારા પક્ષમાં જુબાની આપજે.”

ક્રિષ્નાએ આ વાત અધિકારીને જણાવતા અને પછી કોર્ટમાં પણ સામે આવતા સૌ કોઈ હેરાન રહી ગયા હતા. ત્યારે આ મામલાને લઈને મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં અરજી આપી હતી અને આરોપી ફેનિલે આરોપીના હક્કનો દૂરઉપયોગ કર્યો હોવાના કારણે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ફેનિલની માનીતી બહેન ક્રિષ્નાએ કોર્ટમાં જુબાની આપતા જણાવ્યું હતું કે ફેનિલ પહેલાથી જ ગ્રીષ્માની પાછળ પડ્યો હતો. ગ્રીષ્મા ફેનિલને પસંદ કરતી નહોતી, તે છતાં પણ ફેનિલ તેની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરતો હતો. ફેનિલ જયારે પણ કોલેજની બહાર ક્રિષ્નાને મળતો ત્યારે “હું પેલીને મારી નાખવાનો છું.” એમ કહેતો હતો. જે દિવસે ગ્રીષ્માની હત્યા કરી તે દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી અને જણાવ્યું હતું કે તે ગ્રીષ્માની હત્યા કરવાનો છે.

પરંતુ ક્રિષ્નાએ આ વાતને મજાકમાં સમજી લીધી, કારણ કે અગાઉ પણ ફેનિલ આવું ઘણીવાર બોલી ચુક્યો હતો, પરંતુ જયારે બીજા દિવસે સમાચારપત્રો અને ન્યુઝ ચેનલમાં આ ઘટના વિશે ક્રિષ્નાએ જાણ્યું ત્યારે તે પણ હેરાન રહી ગઈ હતી. ક્રિષ્નાની જુબાનીથી કોર્ટમાં બેઠેલા લોકો પણ હેરાન રહી ગયા હતા.

તમને જણાવી દઈએ કે સુરતમાં થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં હાલ ડે ટુ ડે ટ્રાયલ ચાલુ છે અને કોર્ટની અંદર ઘણા બધા સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી ગઈ છે, આ દરમિયાન ઘણા બધા નવા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ છે. કોર્ટમાં હાજર રહેલા સાક્ષીઓએ પણ ફેનિલને ઓળખી બતાવ્યો હતો.

Niraj Patel