ખબર

ગઈકાલે કોર્ટ રૂમમાં ઢળી પડેલા હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટમાં હાજર કર્યા બાદ એવું વસ્તુ ખાવાની માંગણી કરી કે જાણીને તમારો પિત્તો પણ છટકી જશે

સુરત જ નહીં આખા ગુજરાતમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને દોષી ઠેરવ્યા બાદ ગુરૂવારે મૃત્યુ દંડની સજા ફટકારી હતી. સ્પીડી ટ્રાયલના અંતે ગઈકાલે બપોરે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આરોપી દ્વારા ઘાતકી હત્યાને રેરેસ્ટ ઓફ રેરમાં હોવાની સરકારી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને ફાંસીની સજાની સાથે પાંચ હજાર રૂપિયાના આર્થિક દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સખ્ત કેદનો આદેશ ફરમાવ્યો હતો.

ગઈકાલે બપોરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલા ફેનિલ ગોયાણીના ચહેરા પર ફાંસીની સજા બાદ પણ કોઈ અફસોસ કે પસ્તાવો જોવા મળ્યો ન હતો. બીજી તરફ કોર્ટ રૂમમાં હાજર મૃતક ગ્રીષ્મા વેકરિયાના પરિવારજનો ચુકાદા બાદ રડી પડ્યા હતા.જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ…7 લાખનુ વળતર ચૂકવવા ભલામણ કરી છે.

સુરતની દીકરી ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખનું હવે એક નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે કોર્ટના આ ચુકાદાથી અમે સંતુષ્ટ નથી.અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. કોર્ટે ચુકાદામાં અમે કરેલી કેટલીક રજૂઆતો-પુરાવાઓ ધ્યાને ન લીધા હોવાની વાત કહેતા કહ્યું હતું કે ફેનિલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો તે વાતનો ક્યાંય ઉલ્લેખ નથી. સાક્ષીઓએ 164મા નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અમે આ કેસના ચુકાદાને હવે હાઈકોર્ટમાં પડકારીશું.


ગયા મહિને સુરતના પાસોદરા વિસ્તરમાં થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના મુખ્ય આરોપી ફેનિલ ગોયાણીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યાં પોલીસ પાસે આ ઘટનાના સાક્ષીઓ પણ છે અને તેના આધારે જ પોલીસે પણ ગણતરીના દિવસોમાં જ 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી હતી.

તે સમયે આ મામલામાં ગ્રીષ્માના સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે. ત્યારે આજે પણ કોર્ટ ટ્રાયલ હતું અને તેમાં આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન જ ચાલુ કેસ કાર્યવાહી સમયે જ ફેનિલ ગોયાણી બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેના બાદ તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. 1 કલાક અને 20 મિનિટની સારવાર બાદ તેની તબિયતમાં સુધારો આવ્યો હતો. કોર્ટની અંદર ચાલુ સુનાવણી દરમિયાન જ ફેનિલ બેભાન થઇ જવાના કારણે ભાગદોડ પણ મચી ગઈ હતી, અને તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું.

હોસ્પિટલમાં પહોંચેલા આરોપી ફેનિલની સારવાર સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી રહ્યા છે તેમને ફેનિલની તબિયત નોર્મલ હોવાનું જણવ્યું હતું. ડોકટરના જણાવ્યા અનુસાર ફેનિલને માત્ર અશક્ત હોવાની ફરિયાદ બાદ ઢળી પડતા સિવિલ લવાયો હતો. લીંબુ પાણી પીવડાવી સારવાર આપાઈ રહી છે. તેને મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી.”

સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ફેનિલ ગોયાણીને ગળ્યું ખાવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટની પરવાનગી સિવાય તેને જમવાનું આપી ના શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે બાદ ફેનિલને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં પહોંચેલા હત્યારા ફેનિલે અને કોર્ટમાં જ લાડુ ખાવાની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટ દ્વારા ફેનિલની આ માંગણીને રદ્દ કરી દેવામાં આવી હતી. ગ્રીષ્માના સરકારી વકિલે જણાવ્યું હતું કે ફેનીલિ ફક્ત નાટક જ કર્યું હતું, તેની તબિયત એકદમ સારી હતી.