ખેડૂતની દીકરીએ જીત્યો ફેમિના મિસ ઇન્ડિયા 2023નો ખિતાબ, માથા પર તાજ પહેરીને પિતાનું નામ કર્યું ગર્વથી રોશન… જુઓ તેના સંઘર્ષની કહાની

ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ પહેર્યો 19 વર્ષની ખેડૂતની દીકરીએ, આ જગ્યાએ પહોંચવા જે મહેનત કરી છે એ જાણીને તો હેરાન રહી જશો… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર ઘણા લોકોની સફળતાની કહાનીઓ સામે આવતી હોય છે. કેટલાય એવા લોકો છે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને માત્ર પૈસાથી જ નહિ પરંતુ આખી દુનિયામાં પોતાનું આગવું નામ પણ બનાવ્યું છે. આવા લોકોની કહાનીઓ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બને છે ત્યારે હાલ એક ખેડૂતની દીકરી ફેમિના મિસ ઇન્ડિયા બની છે અને તેની કહાની જોઈને પણ લોકો સલામ કરી રહ્યા છે.

59મી ફેમિના મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં ગઈકાલે રાત્રે તેની વિજેતા મળી ગઈ. રાજસ્થાનની ખુબસુરત મલ્લિકા નંદિની ગુપ્તાને મિસ ઈન્ડિયા 2023નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. જ્યારે નંદિની ગુપ્તાએ પોતાના આત્મવિશ્વાસ અને સુંદરતાથી મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો, જ્યારે શ્રેયા પૂંજા અને સ્ટ્રે થૌનાઓજમ લુવાંગ પ્રથમ અને દ્વિતીય રનર અપ બન્યા હતા.

બ્લેક ગાઉનમાં રેમ્પ વોક કરતી વખતે નંદિની ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને ગયા વર્ષની મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ તાજ પહેરાવ્યો હતો. નંદિની માત્ર 19 વર્ષની છે. મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નંદનીની સુંદરતાના લાખો લોકો દીવાના બની ગયા છે.

નંદિની ગુપ્તા કોટા શહેરના જૂના શાક માર્કેટમાં રહેતા સુમિત ગુપ્તાની દીકરી છે. સુમિત ગુપ્તા વ્યવસાયે ખેડૂત અને કોન્ટ્રાક્ટર છે. નંદિનીના પિતા સુમિત ગુપ્તાનું કોટા જિલ્લાના સાંગોદ પાસે ભંડાહેડામાં ફાર્મ છે. નંદનીની માતા ગૃહિણી છે. તેની નાની બહેન અનન્યા હાલમાં 9મા ધોરણની વિદ્યાર્થીની છે.

નંદિની ગુપ્તાની વાત કરીએ તો તેનું સ્કૂલિંગ પણ કોટામાં જ થયું હતું. ત્યાર બાદ તે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા મુંબઈ ગઈ હતી અને હવે તે મુંબઈમાં બીજા વર્ષની વિદ્યાર્થીની છે. આટલી નાની ઉંમરમાં મિસ ઈન્ડિયાનો તાજ જીતીને તે દરેક માટે પ્રેરણા બની ગઈ છે. નંદિની મિસ ઈન્ડિયા બનવા પર તેના શહેરના લોકોએ તેના પિતા સુમિત ગુપ્તા અને અન્ય પરિવારના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. નંદિનીને દેશભરના લોકોનો પ્રેમ પણ મળી રહ્યો છે.

મિસ ઈન્ડિયા સ્પર્ધામાં નંદિનીએ હોસ્પિટાલિટી સ્કિલ અને ઓર્ગેનાઈઝેશન સ્કિલ વિશે જણાવ્યું હતું. બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વખતે તેણે આ સ્પર્ધા માટે તૈયારી કરી હતી. નંદિની માને છે કે ઓળખ બનાવવા માટે ક્યારેક નિષ્ફળતાઓ પણ જરૂરી હોય છે. કારકિર્દી કે જીવનના પરિમાણો વિશે વિચારીએ ત્યારે બધી મુશ્કેલીઓ અને પ્રતિકૂળ સંજોગોને ધ્યાનમાં રાખીને આગળ વધો. લક્ષ્યો હાંસલ કરવા અને પડકારોને પાર કરવા માટે નિશ્ચય સાથે આગળ વધો. જો તમને નિષ્ફળતા મળે તો તેમાંથી શીખો અને આગળ વધતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Femina Miss India (@missindiaorg)

નંદિનીના પરિવારના લોકો જણાવે છે કે નંદિનીને નાનપણથી જ મોડલ બનવાનો શોખ હતો. તેણે 3-4 વર્ષની ઉંમરથી જ મોડલ બનવાનું સપનું જોયું હતું. નંદિની રતન ટાટાને આદર્શ માને છે અને પ્રિયંકા ચોપરાથી પણ પ્રેરિત છે. નંદિની ગુપ્તા 11 ફેબ્રુઆરીએ મિસ રાજસ્થાનમાં પસંદ થઈ હતી. જે બાદ ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લીધો અને જીતનો ધ્વજ લહેરાવ્યો.

Niraj Patel