ગાંધી જયંતિના દિવસે સરકારી શાળાની મહિલા ટીચરો સ્કૂલની અંદર જ બાખડી પડી, વિદ્યાના ધામમાં ગંદી ગંદી ગાળો બોલી અને મારઝૂડ કરી, જુઓ વીડિયો

શાળા એ વિદ્યાનું ધામ કહેવાય છે અને અહીંયા શિક્ષકોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં સરકારી શાળાઓની હાલત કેવી છે તેના વિશે આપણે બધા જ અવગત છીએ. ઘણીવાર સરકારી શાળાઓમાંથી એવી એવી ઘટનાઓ સામે આવે છે જે શિક્ષણ જગતને પણ શર્મસાર કરતી હોય છે. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્કૂલની મહિલા શિક્ષિકાઓ એકબીજા સાથે ઝઘડતી જોવા મળી રહી છે.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી. જ્યાંની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સામે મુખ્ય શિક્ષક અને પરિચારિકા સાથે મારઝૂડ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની નોંધ લેતા BSAએ ત્રણ શિક્ષિકાઓને સસ્પેન્ડ કર્યા છે. આ મામલો હમીરપુર જિલ્લાના કુરારા શહેરની કન્યા પ્રી-સેકન્ડરી સ્કૂલનો છે.

હમીરપુર જિલ્લામાં શિક્ષણનું મંદિર રવિવારે અખાડો બની ગયું હતું. શાળામાં મહિલા શિક્ષિકાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન રાષ્ટ્રધ્વજનું પણ સન્માન કરવામાં આવ્યું ન હતું. ધ્વજ જમીન પર જ રહ્યો. હાલ બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર પાયાના શિક્ષણ અધિકારીએ બંને શિક્ષકો સામે કડક કાર્યવાહી કરીને ત્રણ શિક્ષિકાને સસ્પેન્ડ કરી છે.

શિક્ષણ મંદિરમાં મારપીટનો આ મામલો હમીરપુર જિલ્લાના કુરારા શહેરમાં પ્રી-ગર્લ્સ સેકન્ડરી સ્કૂલનો છે. પ્રીતિ નિગમ આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. નાહિદ હાશ્મી સહાયકના પદ પર છે જ્યારે પરિચારિકા પુષ્પલતા પાંડે છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ મુખ્ય શિક્ષક અને પરિચારિકા વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી.

પછી લડાઈ શરૂ થઈ અને જોતા જ વર્ગખંડ યુદ્ધનું મેદાન બની ગયું. બે શિક્ષકો વચ્ચેના યુદ્ધ દરમિયાન કેટલાક બાળકો ગભરાઈને વર્ગખંડમાંથી બહાર દોડી ગયા હતા અને કેટલાક તેમના શિક્ષકોને બચાવતા પણ જોવા મળ્યા હતા. ગાંધી જયંતિ પર બે મહિલા શિક્ષકો વચ્ચેની લડાઈ દરમિયાન રાષ્ટ્રધ્વજનું પણ સન્માન કરવામાં આવ્યું નહોતું.

રાષ્ટ્રધ્વજ જમીન પર પડેલો જોવા મળ્યો હતો. આ મારામારીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પાયાના શિક્ષણ અધિકારી કલ્પના જયસ્વાલે બંને શિક્ષિકાઓ સહિત વીડિયો બનાવનાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરી ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel