અમેરિકામાંથી ટીચર અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધોને લઈને એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં વિસ્કોન્સિનમાં, એક મહિલા ટીચર પર 11 વર્ષના વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાનો, તેને 33,000થી વધુ અશ્લીલ મેસેજ મોકલવાનો અને તેની સાથે સેક્સ માણવાનો આરોપ છે. આ કેસની સુનાવણી દરમિયાન જ્યારે ટીચરના મેસેજ મોટેથી વાંચવામાં આવ્યા ત્યારે આરોપી 24 વર્ષીય મૈડિસન બર્ગમેને શરમથી તેનું માથું ઝુકાવી દીધુ.

સ્કૂલની એક ટીચરે અદાલતમાં ગવાહી આપી કે બર્ગમેને એક છોકરા સાથે શારીરિક સંપર્કની વાત સ્વીકારી હતી. ત્યાં બચાવ પક્ષના વકીલે આ વાત પર જોર આપવાની કોશિશ કરી કે તે મેસેજમાં કિસ ગાલ પર કરવા વિશે વધારે વાત કરે છે, પણ આવું કંઇ નથી થયુ. પરંતુ જજે ચુકાદો આપ્યો કે આરોપો માટે સંભવિત કારણ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 11 વર્ષના પીડિતની માતાએ તેને ફોન પર બર્ગમેન સાથે વાત કરતા સાંભળ્યુ અને તેને મોકલેલ મેસેજ વાંચ્યા. જ્યારે પોલીસે સ્કૂલમાં ક્લાસરૂમની તલાશી લીધી ત્યારે તેમને પીડિતનું નામ લખેલું ફોલ્ડર મળ્યું. ફોલ્ડરની અંદર શારીરિક સંબંધોનું વર્ણન કરતી હસ્તલિખિત નોંધો હતી, જેમાં કિસ અને પ્રેમ સહિત તેમના શારીરિક સંબંધોનો ઉલ્લેખ હતો. અદાલતને કહેવામાં આવ્યુ કે પોતાની નોટ્સમાં બર્ગમેને કહ્યુ હતુ કે તે તેને પ્રેમ કરતી હતી, તેને કિસ કરવા માગતી હતી, તે તેને ઉત્તેજિત કરતો હતો અને તે તેના પ્રત્યે આકર્ષિત છે.

બર્ગમેન, જેના જલ્દી જ લગ્ન થવાના હતા, મે મહિનામાં આરોપોના સાર્વજનિક થયા પછી રિવર ક્રેસ્ટ એલીમેંટ્રી સ્કૂલમાં પોતાના પદથી રાજીનામુ આપી દીધુ હતુ. પૂર્વ ટીચરે બધા આરોપોનો ઇનકાર કર્યો પણ જો તે દોષી સાબિત થશે તો તેને જેલની સજા થઇ શકે છે. મે મહિનામાં આ મામલો સામે આવ્યા બાદ ટીચરને હિરાસતમાં લેવામાં આવી હતી. ઘટના બાદ તેના મંગેતરે લગ્ન રદ કરી દીધા હતા.
