મહિલા ટીચરને તેની જ વિદ્યાર્થીની સાથે થઇ ગયો પ્રેમ, કરી લીધા લગ્ન, હોંશ ઉડાવી દેનારી અનોખી લવ સ્ટોરી

કબ્બડી રમતા રમતા થઇ ગયો પ્રેમ, ટીચરે વિદ્યાર્થીની સાથે કરી દીધા લગ્ન, ગજબની લવ સ્ટોરી છે

ઇન્ટરનેટ પર રોજ ઘણી અજીબો ગરીબ કહાનીઓ સામે આવતી રહે છે, કેટલીક કહાનીઓ તો એવી પણ હોય છે જેને જાણીને આપણે પણ હેરાન રહી જઈએ. એવું પણ કહેવાય છે કે પ્રેમમાં કોઈ બંધનો નથી હોતા અને એટલે જ ઘણા લોકો એવા પણ હોય છે જે બંધનોને તોડીને પણ પ્રેમ કરી બેસતા હોય છે, પરંતુ હાલ જે કહાની સામે આવી છે તેણે બધા જ લોકોના હોંશ ઉડાવી દીધા છે.

રાજસ્થાનમાં આવેલા ભરતપુર જિલ્લાના ડિગ તાલુકાની રાજકીય વિદ્યાલય નગલા મોતીમાં શિક્ષિકા મીરા કુંતલે પોતાનો પ્રેમ પામવા માટે જેન્ડર ચેન્જ કરાવી દીધું અને તે મહિલામાંથી પુરુષ બની ગઈ એટલે કે હવે તે મીરા કુંતલની જગ્યાએ આરવ નામથી ઓળખાય છે. મીરાનો જન્મ ભલે એક છોકરી તરીકે થયો હતો પરંતુ તેના બધા જ હાવ ભાવ એક છોકરા જેવા જ હતા. ડોકટરોની ભાષામાં તેને ફાસ્ફોરિયા કહેવામાં આવે છે.

મીરાએ 25 ડિસેમ્બર 2019થી 2021 દરમિયાન દિલ્હીની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. આ ત્રણ વર્ષમાં મીરાની વિદ્યાર્થીની કલ્પનાએ દેખરેખ રાખી હતી અને આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. જેના બાદ હાલમાં જ 4 નવેમ્બરે કલ્પના અને આરવ લગ્નના બંધનમાં બંધાયા હતા. આરવના પિતા વીરી સિંહે જણાવ્યું કે મીરા તેમની ચાર દીકરીઓમાં સૌથી નાની હતી. હવે આ બહેનો આરવને રાખડી બાંધે છે અને ભાણીયા તેને મામા કહે છે.

કલ્પના કબડ્ડીની એક શાનદાર ખેલાડી છે. ડીગના નાગલા મોતી ગામની રહેવાસી કલ્પનાએ તેના 10માં ધોરણના અભ્યાસ દરમિયાન કબડ્ડી કોચ મીરા કુંતલ (હવે આરવ)ના નિર્દેશનમાં રાજ્ય કક્ષાએ પ્રથમ વખત કબડ્ડીમાં પરચમ લહેરાવ્યો હતો. કલ્પના 11મા-12મા ધોરણમાં રાજ્ય સ્તરે પણ રમી હતી અને વર્ષ 2021માં તેના ગ્રેજ્યુએશન દરમિયાન રાષ્ટ્રીય સ્તરે તેનો દમખમ બતાવ્યો હતો.કલ્પના હવે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય પ્રો-કબડ્ડીમાં ભાગ લેવા દુબઈ જશે.

શારીરિક શિક્ષિકા મીરા કુંતલ એટલે કે આરવ પણ 2016થી સરકારી માધ્યમિક શાળા નાગલા મોતીની ઉત્તમ ખેલાડી હતી. મીરા રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં ત્રણ વખત અને હોકીમાં ચાર વખત રમી ચુકી છે. હવે આરવ તેની શાળાના વિદ્યાર્થીઓને કબડ્ડી અને વોલીબોલનું કોચિંગ આપી રહ્યો છે. દુલ્હન કલ્પનાએ જણાવ્યું કે મીરા મારી શાળામાં ફિઝિકલ ટીચર હતી. મીરાએ તેનું લિંગ બદલ્યું અને તે છોકરો બની ગયો. અમને બંનેને પ્રેમ હતો એટલે અમે બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી બંને પરિવાર ખુશ છે.

Niraj Patel