નીરવ પટેલ લેખકની કલમે

ઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી!!! વાંચો આખી વાત

સ્ત્રીની શક્તિઓ વિશે તો આપણે સૌ જાણીએ છીએ. રાણી લક્ષ્મીબાઈ હોય કે મધર ટેરેસા. આપણાં દેશમાં ઘણી સ્ત્રીઓએ પોતાના સામર્થ્યના પરચાઓ આપ્યા છે. પણ હજુ ઘણી સ્ત્રીઓ પ્રકાશમાં નથી આવી. સમાજમાં રહીને હજુ ઘણી એવી સ્ત્રીઓ પણ છે જે આપણા દેશનું નામ રોશન કરી રહી છે. સમાજનો સાચો વિકાસ કરી રહી છે.આજે દેશમાં ભ્રુણહત્યાનું પ્રમાણ વધ્યું છે. પુત્ર પ્રાપ્તીની ઝંખના માટે કુંખમાં જ દીકરીના જીવની આહુતિ આપતાં પરિવારો પણ જોવા મળે છે તો ક્યાંક ગરીબીના કારણે કેટલાક પરિવારો દીકરીનો જન્મ થતાં ડરતાં હોય છે. પરંતુ ઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે એક એવું કામ કર્યું જેના કારણે ગામવાસીઓને દીકરીના જન્મ ઉપર બમણી ખુશી મળશે.લાઠ ગામના સરપંચ શ્રી રશ્મિતાબા ચુડાસમાનો જન્મ દિવસ ૧૫ માર્ચના રોજ હતો. તેમના જન્મ દિવસને ખાસ બનાવવા માટે તેમને કઈક નવું કરવાનું આયોજન કર્યું. અને તેમના દિમાગમાં એક વિચાર સ્ફુર્યો. એ વિચાર હતો “લાઠ ગામમાં જેમના પણ ઘરે દીકરીનો જન્મ થાય એ પરિવારને ૧૧૧૧ રૂપિયા વધામણાં સ્વરૂપે આપવાનું નક્કી કર્યું.” તેમને પોતાના પતિને પોતાના આ વિચાર વિશે જણાવ્યું અને તેમનું પણ સમર્થન રશ્મિતાબાને મળ્યું. સાથે તેમનો આખો પરિવાર તેમના આ નિર્ણયમાં સહભાગી થયો. જેથી તેમનો ઉત્સાહ બમણો થઈ ગયો.૨૫૦૦ની આસપાસ વસ્તી ધરાવતું લાઠ ગામ ઉપલેટા તાલુકાનું ખૂબ જ નાનું ગામ છે. અને આવા જ એક નાના ગામમાંથી એક પ્રેરણાદાયી વિચાર બહાર આવ્યો. રશ્મિતાબા સરપંચના રૂપમાં ગામવાસીઓ માટે ગર્વનું કારણ બન્યા . તેમને પોતાનો આ નિર્ણય માત્ર નિર્ધારિત જ્ઞાતિઓ માટે જ નહીં પણ સમસ્ત ગામના નાગરિકો માટે લીધો. કોઈપણ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર રશ્મિતાબાએ પોતાના નિર્ણયની જાહેરાત પોતાના જન્મ દિવસે કરી.“બેટી બચાઓ બેટી વધાવો” ના સૂત્રને સાર્થક કરતી પહેલ એક નાનકડા ગામના મહિલા સરપંચ દ્વારા કરી સમાજ માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૧૧૧૧ રૂપિયા કોઈ મોટી રકમ નથી પણ ગરીબ પરિવાર માટે આટલી રકમ એક મહિનાનું કરીયાણું છે. અને તેમની આ પહેલના કારણે ગામવાસીઓને દીકરીના જન્મ માટે એક હિંમત મળી. સમાજને એક નવી પ્રેરણા મળી.
રશ્મિતાબા એક સરપંચ હોવાના નાતે એક સ્ત્રી પણ છે. અને એક સ્ત્રીની વ્યથા તે ખૂબ જ સાચી રીતે સમજી પણ શકે છે. તેમને આ નિર્ણય લઈને ઘણાં લોકોને પ્રેરણા પુરી પાડી છે. સમાજ માટે એક નવું ઉદાહરણ ઉભું કરી આપ્યું છે. તેમના આ નિર્ણયને ગામવાસીઓ હરખભેર વધાવ્યો. દીકરીના જન્મની સાથે જ સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ તો મળતો જ થઈ જાય છે પણ રશ્મિતાબાનો આ નિર્ણય એ યોજનાઓમાં એક નવી ચમક સમાન નીવડ્યો.રશ્મિતાબાની જેમ જ સમાજના આગેવાનો, સરપંચો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ રીતે જો સમાજમાં પોતાનું યોગદાન આપતાં રહશે તો આપણા દેશમાંથી ગરીબી, ભૃણહત્યા દૂર થતાં ઝાઝો સમય નહિ લાગે. ગુજ્જુરોકસ ટિમ દ્વારા રશ્મિતાબાના આ નિર્ણયને અમે હર્ષભેર વધાવીએ છીએ. તમે પણ તમારા સમાજના આગેવાન સુધી અને જે આવા સમાજસેવી કામો કરવા માંગે છે તેના સુધી આ વાતને પહોંચાડી સમાજ સેવામાં એક ડગલું અમારી સાથે આગળ વધો…
“બેટી બચાવો.. બેટી વધાવો.”

– નીરવ પટેલ “શ્યામ”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks