ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના મામલા સામે આવે છે. કેટલીકવાર સગીરાઓ અને યુવતિઓ સાથે સાથે મહિલાઓને પણ હવસનો શિકાર બનાવવામાં આવતી હોય છે. ત્યારે એક અમદાવાદનો મામલો ઘણો ચકચારી જગાવી રહ્યો છે. જેમાં એક શાળાના મહિલા આચાર્ય સાથે એક શિક્ષકે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો અને તે પછી લગભગ 7 મહિના પછી મહિલા આચાર્યએ પુરાવા સાથે ફરિયાદ નોંધાવી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
જો કે, જ્યારે આ કેસ નીચલી અદાલતમાં પહોંચ્યો હતો ત્યારે કોર્ટે એવો ચુકાદો આપ્યો કે મહિલા આચાર્ય અને શિક્ષક વચ્ચે સંમતિથી શરિર સંબંધ બંધાયો હશે. જો કે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને આ દરમિયાન હાઈકોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નીચલી કોર્ટે આપેલા ચુકાદાને બહાલ રાખી દીધો. પોતાની ફરિયાદમાં મહિલા આચાર્યએ જણાવ્યું હતું કે જ્યારે વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન નીચે ગ્રાઉન્ડમાં રમી રહ્યા હતા ત્યારે તેઓ બીજા રૂમમાં ગયા અને પોતાના માટે ચા બનાવી રહ્યા હતા. આ દરમિયાન શિક્ષક આવ્યા અને રૂમનો દરવાજો બંધ કરી દીધો.
તેણે જબરદસ્તી કરી શરીર સંબંધ બાંધ્યા. મહિલા આચાર્યના આરોપ બાદ કાર્યવાહી શરૂ થઈ પણ ફરિયાદ ઘટનાના 7 મહિના પછી પીડિત આચાર્યાએ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે શિક્ષકે આ ઘટનાક્નો વીડિયો ઉતાર્યો હતો અને બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધવા માટે દબાણ પણ કર્યું હતું. આ ઉપરાંત સમાજમાં બદનામ કરવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. મહિલા આચાર્યનો દાવો છે કે તેમણે તમામ પુરાવા એકઠા કરી રાખ્યા છે. આ દરમિયાન ડાઘાવાળા કપડાથી લઈ દરેક વસ્તુઓ તેમને સાચવી રાખ્યા છે.
જો કે, નીચલી કોર્ટે તો આ મામલે ચુકાદો આપ્યો હતો પણ હાઈકોર્ટની ખંડપીઠે જણાવ્યું કે સમગ્ર ઘટનાક્રમનું અવલોકન કરતા સ્પષ્ટથાય છે કે આ બંને વચ્ચે મિત્રતાની સાથે સાથે પ્રેમ સંબંધ પણ હોઈ શકે છે. વળી રિસેસ દરમિયાન રેપ થયો હોય એવું પણ સ્વીકારી શકવામાં મુશ્કેલ છે. કારણ કે પીડિતા જોડે બળજબરી થઈ રહી હોય અને તે વિરોધ કરે અથવા તો આસપાસના સ્ટાફને ત્યારે જ જાણ કરી દીધી હોત. પણ આમ ન થયુ અને આ ઘટના બની એના 7 મહિના પછી ફરિયાદ નોંધાઇ. એટલે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ઘટના બની ત્યારે બંનેની સંમતિ હશે એટલે જ સંબંધ બંધાયો હતો.