લગ્નના થોડા સમયમાં જ ખંભાળિયાની મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત, પોલીસ બેડામાં મચી ગયો ખળભળાટ

ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી હત્યા અને આત્મહત્યાના મામલા સામે આવતા રહે છે.  ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને મોતને વહાલું કરે છે, તો ઘણા લોકો આર્થિક તંગીમાં આવીને મોતને વહાલું કરે છે. તો ઘણીવાર પતિ પત્ની વચ્ચેના અણબનાવોના કારણે પણ કોઈ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

હાલ એવો જ એક મામલો ખંભાળિયામાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલા પોલીસકર્મીએ ઘરેલુ કંકાશના કારણે મોતને વહાલું કરી લીધું હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ખેડા જિલ્લાના અને ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મીરાબેન દશરથભાઈ ચાવડાએ પતિ સાથેના અણબનાવના કારણે રવિવારે રાત્રે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મીરા બેનના લગ્ન પાંચ વર્ષ પહેલા મીઠાપુરની મહાવીર સોસાયટીમાં રહેતા મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણી નામના યુવક સાથે થયા હતા. તેમના સુખી લગ્ન જીવન દરમિયાન તેમને એક ત્રણ વર્ષનો દીકરો પણ હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી મીરાબેન પોતાના પિયર હોવાનું જાણવા મળ્યું હતું.

છેલ્લા છ મહિનાથી મીરાબેન અને તેમના પતિ વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડો થતો રહેતો હતો, ફોન ઉપર પણ ઉગ્ર બોલાચાલી થતી હતી જેના કારણે મીરાબેનને લાગી આવતા તેમને આપઘાતનું પગલું ભર્યું હતું. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા થતા પી.આઈ. પોલીસ ક્વાર્ટર ખાતે રહેતા મીરાબેનના રહેણાંક પચોચ્ય હતા ને જરૂરી પુછપરછ તેમજ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત મીરાબેનના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

Niraj Patel