તમે વિદેશથી પ્રતિબંધિત સામાન અલગ-અલગ રીતે લઈ જવાના અને પછી એરપોર્ટ પર પકડાયાના સમાચાર વાંચ્યા હશે. પરંતુ આજે અમે તમને એવા જ એક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે ચોંકી જશો. રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકન મૂળની એક મહિલા ડગ સ્મગલિંગના આરોપમાં પકડાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં હેરોઈનથી ભરેલી 60 કેપ્સ્યુલ્સ છુપાવી હતી, જેને કાઢવામાં ડોક્ટરોની ટીમને બે દિવસ લાગ્યા હતા. આ હેરોઈનની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે.
રીપોર્ટ અનુસાર, આ કેપ્સ્યુલ્સમાંથી મળી આવેલી દવાઓની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) આ મામલા પર નજીકથી નજર રાખી રહ્યું છે. મહિલા શનિવારે મોડી રાત્રે શારજાહથી આવતી ફ્લાઈટમાં જયપુર પહોંચી હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે મહિલાને પકડીને એસએમએસ હોસ્પિટલ મોકલી, જ્યાં ડોક્ટરોની ટીમે સર્જરી કરીને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી દવાઓની કેપ્સ્યુલ કાઢી.
રીપોર્ટ અનુસાર આ 31 વર્ષીય મહિલાનું નામ અમાની હેવેન્સ લોપેઝ છે, આરોપી મહિલા આફ્રિકન દેશ યુગાન્ડાની રહેવાસી છે.મહિલાને હોસ્પિટલના જનરલ સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તેને હવે તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ પણ સોનું અને ડ્રગ્સની દાણચોરી પકડાઈ ચૂકી છે. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં બંને પ્રકારની દાણચોરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુપ્તાંગમાં સોનું અને ડગ છૂપાવવાના પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, સુરક્ષા અને અન્ય તપાસ એજન્સીઓ સતત એલર્ટ મોડ પર છે.