મહિલા લેફ્ટિનેન્ટે ઘરમાં પંખા સાથે લટકીને આપી દીધો પોતાનો જીવ,પિતાએ ગુમાવી ફૂલ જેવી દીકરી, પરિવારનો આરોપ પતિએ જ કરી..

દેશભરમાંથી આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવીને મોતને વહાલું કરે છે તો કોઈ પ્રેમમાં દગો મળતા, તો ઘણી મહિલાઓ અને યુવતી સાસરિયાના ત્રાસથી પણ પોતાનું જીવન ટૂંકાવી દેતી હોવાનું ઘટનાઓ સામે આવતી રહે છે.

હાલ એવી જ એક ઘટના હરિયાણાની અંબાલા છાવણીમાંથી સામે આવી છે. જ્યાં એક મહિલા લેફ્ટિનેન્ટે આપઘાત કરી લીધો છે. ભારતીય સેનામાં મેડિકલ કોરમાં ફરજ બજાવી રહેલી સાક્ષીએ ઘરમાં પંખા સાથે લટકી અને પોતાના જીવનનો અંત આણી દીધો છે. આ ઘટના બાદ સાક્ષીને તરત સનેઅ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. જ્યાં તેનું મોત થઇ ગયું.

તો દિલ્હીથી અંબાલા પહોંચેલા સાક્ષીના પરિવારજનોનો આરોપ છે કે સાક્ષીનો પતિ તેને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરતો હતો. સાક્ષીના ભાઈનું કહેવું છે કે સાક્ષીનો પતિ શરૂઆતથી જ તેને દહેજ માટે હેરાન કરતો હતો. હાલમાં પોલીસે સાક્ષીના શબને કબ્જામાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.

સાક્ષીના પિતા અને ભાઈએ જણાવ્યું કે સાક્ષી હંમેશા તેના પતિના પ્રતાડનથી હેરાન થઇ અને તેની આપવીતી સંભળાવતી હતી.  ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સાક્ષીનો પતિ નવનીત તેમની બહેનને દહેજ અને પૈસાની માંગણી કરતો રહેતો હતો. ગત રાત્રે સાક્ષીનો તેના પિતા ઉપર ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે મારી સાથે મારઝૂડ કરવામાં આવી રહી છે, મરાથી ક્યાંક ખોટું ના થઇ જાય. જેના બાદ સવારે 6 વાગે ફોન આવી ગયો કે સાક્ષીએ ફાંસી લગાવી અને આપઘાત કરી લીધો છે.

મૃતકના ભાઈનો આરોપ છે કે સાક્ષીના પતિ નવનીતે ઘરે લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ગાયબ કરી દીધી છે. તેમને શંકા છે કે નવનીતે જ સાક્ષીની હત્યા કરી છે. પરિવારજનોનો આરોપ છે કે અંબાલા પોલીસ તેમની ફરિયાદ છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી.

તો આ બાબતે રેજિમેન્ટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કુશલ પાલ દ્વારા જણાવવામાં આવ્યું કે મૃતકની ઓળખ લેફ્ટિનેન્ટ સાક્ષીના રૂપમાં કરવામાં આવી છે. તેના પતિનું નામ સ્કવોડ્રન લીડર નવનીત છે. તેમને એમ પણ જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદ લેવામાં આવી છે અને પોલીસ યિગ્ય કાર્યવાહી પણ કરી રહી છે.

Niraj Patel