યુનાઈટેડ કિંગડમમાં એક મહિલા જેલ અધિકારીને તેના અનૈતિક વર્તન માટે સાત મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ મહિલા અધિકારી પર આરોપ છે કે તે જે કેદી પર મોહિત થતી, તેની સાથે જેલની ચાર દીવાલોની અંદર સળિયા પાછળ સંબંધ બાંધતી હતી. જેલરનું નામ લિન્ડા છે. આ કેસનો ખુલાસો લગભગ ત્રણ મહિના પહેલા થયો હતો જ્યારે જેલના જ કેટલાક કર્મચારીઓએ કેદીઓની વાતચીત દરમિયાન તેમના જ અધિકારીની કરતૂતો વિશે સાંભળ્યું હતું.
બીબીસીના અહેવાલ મુજબ, આ ઘટના થોડા અઠવાડિયા પહેલાની છે. જેલમાં તૈનાત 30 વર્ષીય સુંદર જેલ અધિકારી લિન્ડા (Linda De Sousa Abreu)નો અંગત વીડિયો વાયરલ થયા બાદ તેમની વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ થઈ હતી.
મહિલા અધિકારીને તેમના કૃત્યનો કોઈ પસ્તાવો નથી. કેદીની સેલની તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને એક ફોન પણ મળ્યો હતો.
જ્યારે મહિલા જેલ અધિકારી તમામ મર્યાદાઓને ઓળંગીને એક કેદી સાથે યુનિફોર્મમાં ખુલ્લેઆમ સંબંધ બાંધવા લાગી ત્યારે માત્ર લંડનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો.
કેસ અદાલતમાં પહોંચ્યો ત્યારે થયેલી તપાસમાં મહિલા અધિકારી પર નોકરી પહેલા લીધેલા શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ મહિલા અધિકારીના વર્તનથી જેલના અન્ય સહકર્મચારીઓની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ હતી. તેના સાથીઓએ પણ તેને પકડાયા બાદ ખૂબ ઠપકો આપ્યો હતો.
કેસની તપાસ દરમિયાન આ મહિલા અધિકારીની કરતૂતો જાણીને પોલીસ ચોંકી ગઈ હતી. પાર્ટી પ્રેમી લિન્ડા તેની ફરજ પૂરી થયા બાદ અવારનવાર પશ્ચિમી પોશાકમાં પાર્ટી કરતી જોવા મળતી હતી.
સરકારી વકીલોએ જણાવ્યું હતું કે જેલ કર્મચારીએ જેલમાં કેદી સાથે અંગત સંબંધો દરમિયાન વીડિયો પણ બનાવ્યા હતા. તે તેના માટે ગળાની ફાંસ બની ગયા.
પોલીસે મહિલા અધિકારી પર નોકરી પહેલા લીધેલા શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. ઊંડાણપૂર્વક તપાસ થતાં જેલમાં તેના અનૈતિક સંબંધોનો પર્દાફાશ થયો હતો.
પશ્ચિમી દેશોમાં ઘણા લોકો વધુ પડતા ખુલ્લા મનના હોય છે. તેમને ખુલ્લાપણાના નામે સામાજિક પ્રતિબંધોને તોડવું ગમે છે. દરેકને ‘મારું શરીર મારી પસંદગી’ની લાગણી સાથે પોતાની ઇચ્છા મુજબ જીવવાનો અધિકાર છે. પરંતુ ફરજ પર રહીને પોતાના વ્યવસાયને કલંકિત કરવું એ એક ગુનો છે, જેની સજા હવે આ મહિલા જેલ અધિકારી ભોગવી રહી છે.