અજબગજબ

30 વર્ષની વિવાહિત મહિલા ઇલાજના દરમિયાન નીકળી પુરુષ, જાંચમાં બે માસી-બહેન પણ…

પશ્ચિમ બંગાળમાંથી એક સનસની ભર્યો કેસ સામે આવ્યો છે. 30 વર્ષની મહિલાએ 9 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા, અચાનક જ તેના પેટમાં દુ:ખાવો શરૂ થયો અને તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવી. જાંચમાં ડોક્ટરને જોવા મળ્યું કે તેને પુરુષોમાં થનારૂં કેન્સર છે, આ જાણીને દરેક કોઈ સ્તબ્ધ રહી ગયા હતા.

Image Source

રિપોર્ટ આવતા જ મહિલા ચિંતિત થઇ ગઈ હતી અને તેણે આ બીમારની જાણકારી પરિવારને આપી. તેના પછી તેની 28 વર્ષની નાની બહેનની પણ જાંચ કરવામાં આવી. જાણવા મળ્યું કે તેને પણ મોટી બહેન જેવી જ સમસ્યા હતી. તેને પણ માસિક ધર્મ થતું ન હતું. હેરાનીની વાત એ છે કે જાંચમાં જાણવા મળ્યું કે બંન્ને બહેનો એંડ્રોજન ઈંસેન્સિટિવિટી સિન્ડ્રોમ(AIS) થી પીડિત હતી અને આટલા વર્ષો સુધી તેઓને જાણ પણ ન થઇ.

Image Source

ડોકટરે જણાવ્યું કે શારીરિક બનાવટથી દર્દી એક મહિલા છે. તેનો અવાજ, સ્તન, સામાન્ય બહારના જનનાંગોથી શરૂ થઈને બધું જ એકદમ મહિલાની જેમ જ છે, જો કે ગર્ભાશય અને અંડાશય જન્મ પછીથી અનુપસ્થિત રહ્યા છે.

ડોકટરના આધારે મહિલા પેટમાં દુખાવો થવાને લીધે અહીં આવી હતી. જાંચ રિપોર્ટમાં જોવા મળ્યું કે મહિલામાં ટેસ્ટિકલ્સ છે. જેના પછી બાયોપ્સીમાં સ્પષ્ટ થયું કે મહિલા ટેસ્ટીકુલર કેન્સરથી પીડાઈ રહી છે. જેને સેમિનોમાં કહેવામાં આવે છે. સેમીનોમાં ટેસ્ટીસમાં થનારું એક દુર્લભ કેન્સર છે.

Image Source

ડોકટરના આધારે દર્દી એક મહિલાના સ્વરૂપે જ મોટી થયેલી છે. તેના લગ્નના પણ 9 વર્ષ થઇ ગયા છે. અમે દર્દી અને તેના પતી સાથે વાત કરીને કાઉન્સિલિંગ કરી, જેમાં જાણવા મળ્યું કે એઆઇએસ દુર્લભ પ્રકારની બીમારી છે, જેમાં જન્મેલા બાળકોમાં પુરુષોમાં જનીન હોય છે પણ સમયની સાથે તેનું શરીર મહિલાઓની જેમ વિકસિત થઇ જાય છે. આ દુર્લભ સ્થિતિ ત્યારે બને છે જ્યારે ગર્ભમાં ભૃણના જનનાંગ વિકસિત થઇ રહ્યા હોય છે. અમુક કેસમાં બહારના તરફથી મહિલા અને પુરુષ બંન્ને રીતે હળતા-મળતા દેખાય છે.

આ મહિલા દર્દીની કિમોથેરાપી ચાલી રહી છે. મહિલાની સ્થિતિ હાલ સ્થિર છે. મહિલાની બહેન અને બે માસીને પણ આ બીમારીની સમસ્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.