અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ પીળી સાડીવાળી પોલિંગ અધિકારી, લોકોએ કહ્યું – મુંબઈમાં નસીબ અજમાવવું જોઈએ

લોકસભાની ચૂંટણી 2019માં ઘણી બધી વાતો અને વસ્તુઓ વાયરલ થઇ છે. અને હજુ તો ચૂંટણી સંપૂર્ણ રીતે પુરી નથી થઇ અને પરિણામ પણ આવવાનું હજુ બાકી છે. ત્યારે આ બધા જ વચ્ચે એક પીળી સાડીવાળી પોલિંગ અધિકારીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ પોલિંગ અધિકારી વિશે સોશિયલ મીડિયા પર જુદા-જુદા દાવાઓ કરવામાં આવી રહયા છે. આ વાયરલ તસ્વીરે આ પોલિંગ અધિકારીને રાતોરાત એક સામાન્ય સરકારી કર્મચારીના બદલે એક ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી છે.

Image Source

વાયરલ થયેલી આ એક પીળી સાડીવાળી પોલિંગ અધિકારીની તસવીરો પાંચમા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા પોલીન પાર્ટ્ટીઓ રવાના થઇ એ સમયની આ તસવીરો છે. આ તસ્વીર 5 મેના રોજ જયારે પોલિંગ પાર્ટીઓ વીવીપેટ અને ઈવીએમ મશીનનો લઈને રવાના થઇ રહી હતી એ સમયે આ તસવીરો લેવામાં આવી હતી.

Image Source

આ મહિલા વિશે સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી હતી. ફેસબૂક પર આ તસવીરો શેર કરતા લખવામાં આવ્યું હતું કે આ મહિલાનું નામ નલિની સિંહ છે અને તે મિસિસ જયપુર રહી ચુકી છે. આ મહિલાને કુમાવત સ્કૂલમાં ડ્યુટી આપવામાં આવી હતી અને તેમના પોલિંગ બૂથ પર 100 ટકા મતદાન થયું હતું.

પરંતુ આ હકીકત નથી. આ મહિલાનું નામ નલિની સિંહ નથી કે આ મહિલા જયુપુરની પણ નથી. આ મહિલાનું સાચું નામ રીના દ્વિવેદી છે, જે લખનઉના પીડબ્લ્યુડીમાં કનિષ્ઠ સહાયકના પદ પર કાર્યરત છે. આ તસવીરો લખનઉથી 40 કિલોમીટર દૂર નગરામના બૂથ નંબર 173 પર લેવામાં આવી હતી. મતદાનના એક દિવસ પહેલા અહીં પોલિંગ અધિકારી તરીકે નિયુક્ત થયેલ રિના દ્વિવેદી ઈવીએમ મશીન હાથમાં લઈને પોલિંગ બૂથ પર જઈ રહી હતી, ત્યારે આ તસ્વીર એક પત્રકાર દ્વારા લેવામાં આવી હતી. લોકોનું એમ પણ કહેવું હતું કે જે પોલિંગ બૂથ પર પીળી સાડીવાળી પોલિંગ અધિકારીની ડ્યુટી લાગી હતી, ત્યાં 100 ટકા મતદાન થયું હતું, પણ પછીથી જાણવા મળ્યું કે આ બૂથ પર 70% મતદાન થયું હતું.

Image Source

આ તસ્વીર વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમના વિશે ઘણી કૉમેન્ટ્સ આવી રહી છે. કોઈ કહી રહ્યું છે કે આવા પૉલીગ અધિકારીના બૂથ પર 100 ટકા વોટિંગ થશે. તો કોઈ કહે છે કે ઈલેક્શન કમિશને આવા અધિકારી દરેક બૂથ પર મોકલવા જોઈએ. કોઈએ કોમેન્ટ કરી કે તેમને મુંબઈમાં નસીબ અજમાવવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks