મહિલા શક્તિનું એક તાજું ઉદાહરણ ! હાઇવે ઉપર મહિલાએ એવા અંદાજમાં ટ્રક ચલાવી કે સ્માઈલ જોઈને લોકો પણ કરવા લાગ્યા સાહસને સલામ, જુઓ વીડિયો

આજના સમયમાં સ્ત્રી પુરુષ સમોવડી નહિ પરંતુ પુરુષ કરતા પણ બે કદમ આગળ નીકળી ગઈ છે. ઘણી મહિલાઓને આપણે જોઈએ છીએ, જે તેમના સાહસ અને કાબિલિયતથી લાખો લોકોના દિલ પણ જીતી લેતી હોય છે અને એવા કામ કરતી હોય છે જે ફક્ત પુરુષો જ કરી શકે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક સાહસી મહિલા ટ્રક ડ્રાઈવરનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક ટ્રક કેમેરાની ફ્રેમમાં આવતી દેખાઈ રહી છે, ટ્રક પુરપાટ ઝડપે જે વ્યક્તિ વીડિયો ઉતારી રહ્યો છે તેની નજીક આવે છે અને પછી કેમેરાની નજર આ ટ્રકની ડ્રાઈવિંગ સીટ પર પહોંચતા જ તેમાં એક મહિલા ડ્રાઈવર બેઠેલી જોઈ શકાય છે. વીડિયોમાં જ્યારે મહિલા જોવા મળે છે ત્યારે તે હસવા લાગે છે. સ્ત્રીનું આ સ્મિત તેનો આત્મવિશ્વાસ દર્શાવે છે.

IAS અધિકારી અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યારસુધી  4 લાખ 56 હજારથી વધુ વ્યૂઝ અને 22,000થી વધુ લાઈક્સ મળી છે. IAS અવિનાશ શરણે ક્લિપના કેપ્શનમાં લખ્યું, ‘ટ્રકને એનાથી શું લેવાદેવા કે ડ્રાઈવર પુરુષ છે કે મહિલા.’

આ વીડિયો પર નેટીઝન્સે પણ મહિલાની પ્રશંસા કરી છે અને કોમેન્ટ બોક્સને હાર્ટ અને ફાયર ઇમોજીસથી ભરી દીધું. એક યુઝરે લખ્યું, ‘અમને મહિલા પર ગર્વ છે. ઉત્તમ.’ અન્ય યુઝરે કહ્યું, ‘લેડી ડ્રાઈવરનું સ્મિત અદ્ભુત છે.’ ત્રીજા યૂઝરે લખ્યું, ‘મહિલા ડ્રાઈવરનું કોન્ફિડન્સ લેવલ ઘણું ઊંચું છે. શુભેચ્છાઓ.’ આ ઉપરાંત પણ બીજા ઘણા બધા લોકો આ વીડિયોમાં પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

Niraj Patel