9મા માળેથી પડીને મહિલા ડોક્ટરની સંદિગ્ધ મોત, પતિએ શું કર્યું જાણો છો?

એપાર્ટમેન્ટના 9મા માળેથી કૂદીને ડોક્ટર પત્નીની મોત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મહિલા ડોક્ટરની 9મા માળેથી પડીને મોત થઇ ગઇ. સંદિગ્ધ હાલતમાં થયેલી આ મોત માટે ડોક્ટર પતિ પર આરોપ લાગી રહ્યા છે. મહિલાના પિતાનો આરોપ છે કે, ડોક્ટર પતિએ પત્નીના નામ પર 40 લાખની લોન લીધી હતી અને તે લોન ચૂકાવવા માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ જયારે પિતાએ પૈસા આપવા માટે ના કહી દીધી તો પતિએ તેના ભાઇઓ સાથે મળી પત્નીની હત્યા કરી દીધી હતી.

ડોઢ વર્ષ પહેલા સુશીલ વર્મા અને મંજૂના લગ્ન થયા હતા. બંને ડોક્ટર હતા અને કાનપુરના બિઠુર વિસ્તારમાં એક રૂદ્રા ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા હતા. મૃતક મહિલાના માતા-પિતાએ આ ઘટનાને હત્યા જણાવતા પતિ અને તેના ભાઇઓ પર દહેજ માટે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે અને પતિનું કહેવુ છે કે તે ચક્કર ખાઇને રેલિંગથી નીચે પડી ગઇ હતી.

મંજૂના પિતાએ પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ કે, અમને ધમકી આપી હતી કે પૈસા આપો. જયારે અમે પૈસા ના આપી શક્યા તો તેણે દીકરીના નામે ચાલીસ લાખની લોન લીધી અને અમને કહ્યુ કે લોન લીધી છે તમારે ચૂકવવી પડશે. જયારે અમે પૈસા ના આપી શક્યા તો તેની હત્યા કરી દીધી.

તમને જણાવી દઇએ કે, ડો.સુશીલ ઉરઇ મેડિકલ કોલેજમાં પ્રોફસર છે જયારે તેમના ભાઇ સુનીલ કાનપુરના બેસિક શિક્ષક અધિકારી છે. ડો. મંજૂ પણ એમબીબીએસ કર્યા બાદ એમએસની તૈયારી કરી રહ્યા હતા. તેમના પિતા સરકારી બાબુ છે. મંજૂના લગ્ન વર્ષ 2019માં થયા હતા.

Shah Jina