તિથલના દરિયામાં કૂદીને વલસાડ પોલીસની મહિલા કોન્સ્ટેબલે આપી દીધો જીવ, મોતનું કારણ….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રકારના કારણે આપઘાત કરી લેતા હોવાનું સામે આવે છે, ત્યારે હાલ એવો જ એક મામલો વલસાડથી સામે આવ્યો છે, જ્યાં વલસાડ પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલે તિથલના દરિયામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હોવાની ખબર સામે આવી રહી છે.

આ બાબાએટ પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ પોલીસમાં લોક રક્ષક દળમાં ફરજ બજાવતા 26 વર્ષીય પૂજા પ્રજાપતિએ તિથલના દરિયામાં ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું છે. ગત સોમવારના રોજ પોલીસને પૂજાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના બાદ સમગ્ર પોલીસ બેડામાં ચકચારી મચી ગઈ હતી. પોલીસને એવી આશંકા છે કે પૂજાના ગમતા છોકરા સાથે તેનો પરિવાર લગ્ન કરવા માટે રાજી નહોતો જેના કારણે પૂજાએ આપઘાત જેવું પગલું ભર્યું હતું.

ગત રવિવારના રોજ પૂજા તેની નોકરી પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્ટેશનથી નીકળી અને સીધી જ તિથલના દરિયા કિનારે પહોંચી ગઈ હતી. મોડા સુધી પૂજા તેના ઘરે પરત ના ફરતા તેના પરિવારજનોએ તેની સાથે કામ કરતી સહકર્મીને ફોન કર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે પૂજા ઓફિસમાંથી 8 વાગે જ નીકળી ગઈ હતી, જેના બાદ પરિવારને તેની ચિંતા થવા લાગી હતી.

આ મામલે પોલીસે પૂજાની તપાસ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તિથલ દરિયા કિનારેથી તેનું ટુ વ્હીલર મળી આવ્યું હતું. જેના બાદ કલાકો સુધી તપાસ કર્યા બાદ ગત સોમવારના રોજ તેનો મૃતદેહ દરિયાકિનારેથી મળી આવ્યો હતો. પૂજા છેલ્લા બે વર્ષથી વલસાડ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવે છે. કોલેજનો અભ્યાસ કર્યા બાદ તેનું સિલેક્શન પોલીસમાં થયું હતું અને તેનું પહેલું પોસ્ટિંગ થયું હતું. તે હાલ વલસાડના અબ્રામામાં પોલીસ હેડ ક્વોર્ટર રોડ ઉપર આવેલી તુલસીવન સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી.

Niraj Patel