મનોરંજન

રામાયણમાં ધર્મ અને નિષ્ઠા સાથેના પાત્રોમાં અભિનય કરીને આદર્શ બની છે આ મહિલાઓ, આજે પણ તે છે પૂજનીય

લોકડાઉનના કારણે એક સમયના સૌથી પ્રખ્યાત ધરવાહજીક રામાયણનું પુનઃ પ્રસારણ ટીવી ઉપર શરૂ થયું અને અને પહેલા કરતા પણ બમણા પ્રમાણમાં આજે લોકો રામાયણને માણી રહ્યા છે. રામાયણમાં પાત્રો આંખો સામે આવીને ઉભા થઇ ગયા છે ત્યારે એ પાત્રોના જીવન વિશે આપણને પણ જાણવાની જિજ્ઞાસા થતી હોય છે, આજે અમે તમને રામાયણના એ સ્ત્રી પાત્રો વિશે જણાવીશું જેમણે ધર્મ અને નિષ્ઠા સાથે પોતાનું પાત્ર ભજવ્યું અને આજે પણ એ સમાજ માટે એક આદર્શ છે.

Image Source

રામાયણના પ્રમુખ સ્ત્રી પાત્રોમાં માતા સીતા, કૈકયી, કૌશલ્ય, સુમિત્રા, અહિલ્યા, ઉર્મિલા, અનસૂયા, શબરી, મંદોદરી, ત્રિજટા, શુરણપંખા, લકીની, મંથરા સુલોચના અને ઉર્મિલા છે. જેમાંથી ઘણી સ્ત્રીઓ પોતાના જ્ઞાન સાથે યુદ્ધ કલામાં પણ નિપુર્ણ હતી, તો ઘણી સ્ત્રીઓ અખન્ડ પતિવ્રત ધર્મ નિભાવીને હંમેશા માટે અમર બની ગઈ છે.

Image Source

સીતા:
સીતા માતા રામાયણનું એક મહત્વનું પાત્ર છે. સીતા રાજા જનકને જમીન ખેડતા પ્રાપ્ત થઇ હતી. રામાયણમાં સીતાને સહનશીલતા, જ્ઞાની, પતિવ્રતા, એક આદર્શ વહુ, કુશળ ગૃહિણી, અને એક સર્વશ્રેષ્ઠ નારીના રૂપમાં બતાવવામાં આવી છે. તે પોતાના પતિની સેવા જાતે જ કરતી હતી, દરેક સુખ દુઃખમાં ભાગીદાર પણ બનતી હતી. કપરી પરિસ્થિતમાં પણ તેમને પોતાના પતિવ્રતા ધર્મનો ત્યાગ નથી કર્યો. જેના કારણે આજે પણ સીતા માતાના રૂપમાં પૂજનીય છે.

Image Source

કૈકયી:
રાજા દશરથની ત્રણેય રાણીઓમાં સૌથી નાની રાણી કૈકયી હતી, કૈકયી યુદ્ધ કળામાં નિપુર્ણ હતી. તે અસ્ત્ર શસ્ત્ર અને  નિપુણ હતી. રામાયણમાં કૈકયી એક મહત્વપૂર્ણ પાત્ર હોવા છતાં પણ તેમનું નામ ઘણાં નકારાત્મક કારણોના લીધે લેવામાં આવે છે. તે રામને વનવાસ મોકલવા માટે અપરાધી હતી, તે રાજા દશરથના મૃત્યુ અને સીતાને વિવાહ સુખથી વંચિત રાખવા માટે ઓળખાતી હતી.

Image Source

ઉર્મિલા:
ઉર્મિલા સીતાની નાની બહેન હતી અને લક્ષ્મણની પત્ની, પોતાના પતિએ 14 વર્ષનો વનવાસ સહમ કર્યો તો ઉર્મિલાએ પણ પોતાના પતિથી દૂર રહીને 14 વર્ષનો વિરહ સહન કર્યો હતો. મહેલમાં રહીને તેને ત્રણેય સાસુઓની સેવા ચાકરી કરી, ઉર્મિલાનો ત્યાગ સીતાના ત્યાગ કરતા પણ વધુ મહાન હતો. ઉર્મિલાનું પાત્ર રામાયણમાં ત્યાગ અને ભાવનાનું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

Image Source

મંદોદરી:
આપણે સૌ જાણીએ છીએ કે મંદોદરી રાવણની પત્ની હતી, પરંતુ રાવણની પત્ની હોવા ઉપરાંત તે બહુ જ ધાર્મિક, ગર્વહીન અને પતિવ્રતા મહિલા હતી. મંદોદરીએ હંમેશા પોતાના પતિને સાચી સલાહ આપી હતી, પરંતુ રાવણે પોતાના અહં અને અભિમાનના કારણે મંદોદરીની એક વાત પણ તેને સાંભળી નહોતી, જેનું પરિણામ રાવણને ભોગવવું પડ્યું હતું. રાવણે સીતાનું હરણ કર્યું તેનો પણ મંદોદરી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ છતાં પણ મંદોદરીએ પોતાનો પતિધર્મ નિભાવ્યો હતો. જેના કારણે તે આજે પણ પૂજનીય છે.

Image Source

સુલોચના:
સુલોચના નાગ કુળમાં જન્મેલી વાસુકી નાગની પુત્રી અને રાવણના મોટા પુત્ર મેઘનાદની પત્ની હતી. સુલોચના પતિવ્રતા અને તેજસ્વી નારી હતી, લંકાના યુદ્ધમાં લક્ષ્મણ દ્વારા મેઘનાદનો વધ કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે સુલોચના પોતાના અખંડ પતિવ્રતા હોવાના કારણે પોતાના પતિનું કપાયેલી માથાનું લઈને શ્રી રામ સમક્ષ ઉપસ્થિત થઇ હતી. સુલોચના પણ ત્યાગ અને સમર્પણની દેવીના રૂપમાં ઓળખવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.