12 વર્ષના ફોઈને 13 વર્ષના ભત્રીજા પટેલ સાથે મળી આંખ, લગ્નની ઉંમર થતા જ ફોઈ ભાગીને માનીતા ભત્રીજાના ઘરે આવી ગઈ, પછી લીધો હેરાન કરી દેનારો નિર્ણય

ફઈ અને પટેલ ભત્રીજા વચ્ચે નાની ઉંમરે ચાલુ થયું ઇલુ ઇલુ, પછી એવો નિર્ણય લીધો કે લોકો બોલ્યા શરમજનક..

એવું કહેવાય છે કે પ્રેમ નાત-જાત અને ધર્મના બંધનોમાં નથી બંધાતો, પરંતુ હાલના સમયમાં એવા એવા પ્રેમ સંબંધો પણ જોવા મળે છે જે હેરાન કરી દેનારા હોય છે. ઘણી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જે સંબંધોને તાર તાર કરી નાખતી હોય છે, ત્યારે એવી જ એક ઘટના થોડા સમય પહેલા સામે આવી હતી, જ્યાં ફોઈ અને ભત્રીજાના લગ્ન જોવા મળ્યા હતા.

આ આંખો લગ્ન બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહામાં જોવા મળ્યા હતા. અહીંયાના રામનગર વિસ્તારમાં એક માનીતી ફોઈએ પરિવારના વિરોધ છતાં પણ ભત્રીજા સાથે લગ્ન કરી લીધા. ફોઈને ભત્રીજા સાથે એટલો પ્રેમ હતો કે તેના બાલિક થવા માટે 6 વર્ષ સુધી રાહ જોઈ, જેના કારણે ભત્રીજા સાથે લગ્ન કરી શકે.

આ બંનેએ રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આ લગ્નની ચર્ચાઓ પણ જોર શોરથી ચાલી હતી. લગ્ન સમયે છોકરીની ઉંમર 18 વર્ષની અને છોકરાની ઉંમર 19 વર્ષની હતી. આ લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

આ ઘટનાને વિગતવાર જોઈએ તો 6 વર્ષ પહેલા આદિત્ય પટેલ પૂર્વી નર્કટીંયાગંજમાં રહેતા તેના મામાના ઘરે એક લગ્નની અંદર ગયો હતો. ત્યાં જ શીવગંજ મોહલ્લામાં રહેવા વાળી આંચલ પટેલ સાથે તેની આંખો મળી ગઈ. જેના બાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. છોકરીના પરિવારજનો આ વાતનો વિરોધ કરવા લાગ્યા. કારણે સંબંધમાં છોકરી તે છોકરાની માનતી ફોઈ થતી હતી.

છોકરીના જણાવ્યા પ્રમાણે પરિવારજનો તેની સાથે મારઝૂડ કરતા હતા. તે છતાં પણ બંને પ્રેમી-પ્રેમિકા વાત કરતા રહ્યા. જેવી જ છોકરીની ઉંમર 18 વર્ષની થઇ, તેન બધા જ બંધનો તોડી અને નર્કટીંયાગંજથી 17 કિલોમીટર દૂર રામનગર તેના પ્રેમીના ઘરે આવી ગઈ. જેના બાદ બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા.

છોકરીના ઘરેથી ગાયબ થવા ઉપર છોકરીને શોધતા શોધતા તેના પરિવારજનો તેના પ્રેમીના ઘરે પહોંચ્યા. જેના બાદ તેમની જીદની આગળ પરિવારજનોએ પણ ઝુકવુ પડ્યું અને પરિવારજનોએ પણ આ પ્રેમી પંખીડાઓને લગ્ન માટેની મંજૂરી આપી દીધી.

Niraj Patel