દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

ભગવાન તમારો સાથ ક્યારે આપે છે? આ 2 મિનિટની વાત જાણીને સમજી જશો

ઘણીવાર આપણે એવી ભયાનક પરિસ્થિતિમાં ફસાઈ જતા હોઈએ છીએ કે આપણને ઈશ્વર ઉપરથી પણ શ્રદ્ધા ચાલી જાય છે. ઘણીવાર મનમાં એમ થાય છે કે ભગવાન આ દુનિયામ છે કે નહિ? પરંતુ ઈશ્વર હર હંમેશ દરેક સ્થળે વસેલો છે એ વાત આપણા  ખૂણામાં તો ચોક્કસ પડેલી જ છે. માત્ર આપણને એક સમયે તેના અસ્તિત્વ પાર માત્ર શંકા થાય છે પરંતુ જયારે એ સમયમાંથી આપણે બહાર નીકળી જઈએ ત્યારે આપણને ઈશ્વર હોવાનો પરચો જરૂર મળે છે.

Image Source

આવી જ એક નાની વાર્તા આજે અમે તમને જણાવીશું જે ઈશ્વર હોવાનો પુરાવો આપશે, મોટાભાગના લોકોના જીવનમાં એક  સમય જરૂર  દરમિયાન કોઈનો સહારો કે કોઈની મદદ નથી મળતી પરંતુ પ્રેમ તત્વ પરમાત્મા કોઈ છુપી રીતે પણ જરૂર મદદ કરે છે. વિશાલ પોતાનું કામ સમાપ્ત કરી ગાડી લઈને નીકળ્યો હતો. સાંજ થઇ ચુકી હતી, તે જે જગ્યાએથી નીકળ્યો હતો ત્યાંથી પોતાના શહેર જતા વચ્ચે રસ્તામાં જંગલ આવતું હતું। આ જંગલમાં જંગલી પ્રાણીઓ અને ચોર-લૂંટારાઓનો ખતરો પણ રહેલો હતો. પરંતુ ઘણા દિવસથી તે કામ માટે બહાર હાતો માટે તેને વહેલીતકે પોતાના પરિવાર પાસે પહોંચવું હતું એટલે તેને બીજી કોઈ  ચિંતા કાર્ય વગર પોતાની ગાડી હંકારી મૂકી.

જંગલની બરાબર મધ્યમાં પહોંચ્યો ત્યારે તો રાત થઇ ગઈ હતી. અચાનક તેની કાર બંધ થઇ ગઈ. તે બહાર નીકળ્યો અને પોતાનો મોબાઈલ ખોલી ફોન કરવા ગયો પરંતુ વિસ્તાર જ એવો હતો કે ત્યાં નેટવર્ક જ નહોતું આવતું. ઘણીવાર સુધી તે રાહ જોતો રહ્યો કે કોઈ ગાડી કે કોઈ વાહન આવે તો તેની પાસે મદદ માંગી શકે, પરંતુ કોઈ આવ્યું નહિ, જંગલમાંથી ડરામણા આવજો પણ આવી રહ્યા હતા. અંધારી રાત અને વિશાલ એ સુમસાન રસ્તા ઉપર ઉભો હતો. દૂરથી તેને એક લાઈટ તેની તરફ ઘસી આવતી જોઈ, વિશાલને થોડી શાંતિ મળી કે કોઈક તો આવે છે જેની પાસે તે મદદ માંગી અને આગળ જઈ શકશે.

Image Source

દૂરથી દેખાતી લાઈટ હવે વિશાલની એકદમ નજીક આવતી હતી, વિશાલ સામે આવતા એ વાહનને હાથ કરવા માટે ઉભો જ હતો પરંતુ વાહન ચાલકે પોતાનું વાહન હંકારી જ મૂક્યું. વિશાલની આશા નિરાશામાં બદલાઈ ગઈ. તે વાહન ચાલકને પણ અહીંયા લુટારુઓનો ડર સતાવતો હશે એટલે એ પણ વિશાલની મદદ કરવા માટે ઉભો ના રહ્યો. ધીમે ધીમે રાત વહી રહી હતી અને વિશાલનું ધરી ખૂટી રહ્યું હતું. ડરામણા અવાજો અને લૂંટારાઓનો ડર હવે તેને સતાવવા લાગ્યો હતો. મોબાઈલનું નેટવર્ક મેળવવા માટે તે આમ તેમ આંટા મારતો પરંતુ કોઈ નેટવર્ક તેને મળ્યું નહિ. ચાલીને પણ આગળ જવાનું સાહસ તે કરી શકે એમ નહોતો કારણ કે તેને ડર હતો કે ક્યાંક જંગલી જનાવર સામે આવી જાય તો?

Image Source

તે બે હાથ જોડીને ઈશ્વરને મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યો. પરંતુ આ આ જંગલમાં હવે કોણ તેને મદદ કરવાનું હતું? વિશાલે મનોમન નક્કી કરી લીધું કે હવે તેની આ છેલ્લી જ રાત હશે. તે ગાડીના કાચ ચડાવી ગાડીની અંદર બેસી ગયો. જંગલી પ્રાણીઓ તેની આસપાસ હવે તો આવવા લાગ્યા હતા, તેનો ડર એટલી હદ સુધી વધી ગયો હતો કે જો તે થોડો પણ સાયં ગુમાવે તો તેને હૃદયરોગનો હુમલો પણ ત્યાં જ થઇ શકે તેમ હતો. ઉનાળાની ગરમીની અંદર ગાડીના કાચ ચઢાવીને પણ તે કેટલો સમય સુધી બેસી શકે?

Image Source

છતાં પણ તેને ગાડીની બહાર નીકળવાની હિમ્મત ના કરી અને કાચ ઉપર માથું ઢાળી સુઈ રહ્યો। થોડીવારમાં જ તેના કાચ ઉપર ટકોરા વાગ્યા. વિશાલ એકદમ ડરી ગયો હતો. તેને કાચ ખોલવાની પણ હિમ્મત ના થઇ પરંતુ ટકોર વધુ જોરથી વાગવા લાગ્યા એટલે તેને સહેજ કાચ નીચે ઉતાર્યો. બહારથી અવાજ આવ્યો: “શું થયું છે સાહેબ? કેમ જંગલમાં ગાડી ઉભી રાખી છે?”

Image Source

વિશાલને જાણે એ આવાજ વિશ્વાસુ લાગ્યો હોય તેમ તરત જ તેને કાચ નીચો કર્યો, બહાર જોયું તો ખાખી કપડામાં એક માણસ ઉભો હતો. વિશાલે બહાર નીકળી કહ્યું: “સાહેબ મારી ગાડી બગડી છે અને મોબાઈલમાં નેટવર્ક નથી આવતું.” પેલા માણસે કહ્યું: “ડરશો નહિ, હું ફોરેસ્ટ ઓફિસર છું, ચાલો મારી સાથે, હું તમને થોડે દૂર એક ગેરેજ છે ત્યાં લઇ જાઉં”

એ ફોરેસ્ટ ઓફિસર વિશાલને ગેરેજ ઉપર લઇ ગયો, ગેરેજ વાળાએ આવી ગાડી રીપેર કરી અને વિશાલ પોતાના ઘરે સહી સલામત પહોંચી ગયો. વિશાલ માટે એ ફોરેસ્ટ ઓફિસર માત્ર એક વ્યક્તિ નહિ ભગવાન હતો. તેને પણ સમજાયું કે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી છે.

Image Source

વાર્તાની શીખ:
મિત્રો આપણા જીવનમાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે બધીજ બારીઓ જયારે બંધ થઇ જાય ત્યારે ઈશ્વર એક બારી ખોલે છે. બસ તે બારી ખુલવાની રાહ આપણે જોવાની હોય છે, નહિ તો એ અંધારી રાતમાં વિશાલને જયારે કોઈ જ મદદ મળવાની આશા નહોતી ત્યાં એ ફોરેસ્ટ ઓફિસરે આવી તેની મદદ કરી. એ ખુદ ભગવાન પણ હોઈ શકે, આપણા જીવનમાં પણ એવા ઘણા પ્રસંગો બન્યા હશે જયારે કોઈ વ્યક્તિ કે વસ્તુના રૂપમાં આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર જરૂર થયો હશે.

Image Source

તમને પણ જો આવો કોઈ અનુભવ થયો હોય, ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો.