આપણા દેશમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દૂ ધર્મના શાસ્ત્રોમાં પણ ગાયને પવિત્ર માનવામા આવે છે. આપણે ગાયને આપણી માતા તરીકે ગણીએ છીએ. શાસ્ત્રો અનુસાર, ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. એટલે જે આપણે ગાયની પૂજા કરીએ છીએ. ગાયની સેવા કરવાનું પણ સૌથી પુણ્યનું કામ માનવામાં આવે છે. આ જ કારણે સદીઓથી આપણા ઘરે ગાય રાખવામાં આવતી હતી, ગાયને ઘરના આંગણામાં જ જગ્યા આપવામાં આવતી હતી. ગાયની સેવા કરવામાં આવતી હતી. જે હવે ફક્ત ગામડામાં રહેતા પરિવારોમાં જ જોવા મળે છે. ગાયને રાખવાથી પુણ્ય તો મળે જ છે, પણ સાથે સાથે બીજા ઘણા ફાયદાઓ થાય છે.

ગાયને રાખવાના વાત કરીએ તો ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક માનવામાં આવે છે. આ દૂધમાંથી બનનારી વસ્તુઓ જેમ કે દહીં, છાશ, ઘી, પનીર, માખણ, ચીઝ, અને અન્ય વસ્તુઓ પણ આપણા ખૂબ જ કામ આવે છે. ગાયના ગોબરના છાણાં થાપીને તેને બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. આ સિવાય આ ગોબરનું લિંપણ પણ કરવામાં આવે છે. આ સિવાય વાત કરી જો ગૌમુત્રની, તો ગૌમૂત્ર ખૂબ જ કામની વસ્તુ માનવામાં આવે છે. ગૌમૂત્ર ઘણી બીમારીઓમાં કામ આવે છે. ગૌમૂત્રનો પ્રયોગ ઘણા હવનો અને પૂજામાં પણ કરવામાં આવે છે. પહેલાના સમયમાં લોકો સવારે ગૌમૂત્ર પીતા પણ હતા. અને તેનો ઉપયોગ એક ઔષધિ તરીકે થાય છે.

આ બધું જ જોતા, આપણે કહી શકીએ કે ગાય એક સર્વ ગુણ સંપન્ન પશુ હોય છે. આ ઉપરાંત ગાય સ્વભાવે શાંત પણ હોય છે, અને એ માણસો સાથે સારી રીતે હળીભળી જાય છે. એટલે આ દરેક પ્રકારે એક હૂંફાળું અને ઉપયોગી પ્રાણી છે.
ગાયના આ બધા જ ગુણો અને ધાર્મિક માન્યતાઓને કારણે આજે પણ ઘણા ઘરોમાં પહેલી રોટલી ગાયના નામની જ બનાવવામાં આવે છે. આપણા ઘરના દરવાજા પર કે નજીકમાં ક્યાંય પણ ગાય આવે તો ગાયને રોટલી ખવડાવવામાં આવે છે. હાલ દરેક ઘરોમાં ગાય ન હોવાને કારણે અને દરેક લોકો પોતાના ત્યાં ગાય ન રાખી શકવાને કારણે ગાયની સેવા કરવાનો જે પણ મોકો મળે એ લઇ લે છે.

પરંતુ શું તમે જાણો છો કે જયારે તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે જો સાથે એક ખાસ વસ્તુ પણ ખવડાવો તો તમારા ઘણા દુઃખો દૂર થઇ શકે છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા કર્મો પર અને જીવન પર ગ્રહોની ખાસ અસર પડે છે, એટલે આપણી રાશિ સાથે જોડાયેલા ગ્રહોનો ખરાબ પ્રભાવ પડવાના કારણે આપણે દુઃખી પણ થઈએ છીએ. એટલે જો આપણે ગાયને રોટલી સાથે આ ખાસ વસ્તુ ખવડાવીએ તો ગ્રહોની ખરાબ અસર ખતમ થઇ જાય છે. જો ચાલી જાણીએ કે ગાયને રોટલી સાથે શું ખવડાવવું જોઈએ.

જો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ અને પરેશાનીઓ છે અને તમારે પહેલા કરેલા પાપોનું ફળ ભોગવવું પડી રહ્યું છે તો પછી તમારા ગ્રહોની દશા ખરાબ ચાલી રહી છે. એટલે તમે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવશો તો તમારા કષ્ટો દૂર થશે. ગાયને મંગળવાર, ગુરુવાર કે શનિવારે ગોળ સાથે રોટલી ખવડાવો છો, તો તમારો ખરાબ સમય ટળી જશે. એટલે જો ગાય તમારા આંગણે આવે તો તેને રોટલી સાથે ગોળ ખવડાવવો જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks