ખબર

નાયબ મ્યુનિસિપલ કમિશનર એ.આર. સિંઘનું ફેસબુક એકાઉન્ટ હેક કરી માંગ્યા 15000 રૂપિયા

રાજકોટમાંથી નાયબ મ્યુનિ.કમિશનરનું ફેસબુક એકાઉન્ટ થયાનો કિસ્સો સામે આવ્યો છે. નાયબ મ્યુનિ.કમિશનર એ આર સિંઘનું FB એકાઉન્ટ હેક કરી એક વ્યક્તિએ 15 હજારની માંગણી કરી હતી. આ ઘટના મામલે સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે.

Image source

આ મામલે એ આર સિંઘ જણાવે છે કે, તેમણે ઘણા સમય પહેલા ફેસબુક એકાઉન્ટ બનાવ્યુ હતુ અને તેઓ તે વાપરતા ન હતા. તેમના આ એકાઉન્ટ પરથી હેકરે તેમના મિત્ર શિવાંગ જોશીને મેસેજ કર્યો અને 15000ની માંગ કરી.

Image source

તેને શંકા જતા તેને પૈસા આપવાની ના કહી નહિ અને મેસેજ ચાલુ રાખ્યા તેમજ પૈસા કયા એકાઉન્ટમાં ટ્રાંસફર કર તેમ પૂછ્યુ તે બાદ હેકરે તેને એકાઉન્ટ નંબર આપ્યુ જે કોઇ આસામના રવીન્દ્ર જૈનનુ હોવાનુ સામે આવ્યુ. તે બાદ આ મિત્રએ કમિશનરને જાણ કરી અને તેમણે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી અને ફેસબુક એકાઉન્ટ ડિએક્ટિવ કરવામાં આવ્યુ.