ખબર

સુરતમાં વેપારીને ફેસબુક વાળી ફ્રેન્ડ યુવતીએ શરીર સુખ માણવા બોલાવ્યો, બંને હજુ તો કરવાની તૈયારી કરતાં હતાં ને……..

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર યુવતિઓ અને મહિલાઓ દ્વારા યુવકો કે આધેડ અથવા વૃદ્ધને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે અને તેમની સાથે સંબંધ બાંધી તે દરમિયાનનો વીડિયો બનાવી કે ફોટો ક્લિક કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી તેમની પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરવામાં આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી હનીટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરાછામાં રહેતા એક વ્યક્તિને ફેસબુકના માધ્યમથી એક યુવતિ સાથે મિત્રતા કરવી ભારે પડી છે.આ યુવતિએ પીડિતને મીઠી મીઠી વાતો કરી જાળમાં ફસાવ્યો અને પછી મળવા બોલાવી એકલતાનો લાભ લઇ તેમની સાથે ખોટુ કામ કર્યુ.

જે બાદ યુવતિના સાગરીતોએ આવી પોલીસની ઓળખ આપી માર માર્યો અને પછી તેની પાસે પૈસાની માગણી કરી. પોલિસે આ ગેંગને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકમાં જ ઝડપી પાડી હતી. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના વરાછાના એક વેપારી સાથે મહિલાએ ઓળખ કરી તેને મળવા માટે બોલાવ્યા.પીડિત હરીધામ સોસાયટીમાં બીજા માળે મકાન નં-144માં પહોંચ્યા ત્યારે મહિલાએ એક રૂમમાં શરીર સંબંધ બાંધવાનો ડોળ કર્યો અને પછી મકાન ખાતે હાજર અન્ય બહેન કે તેમણે તથા આ મકાનના માલિક તથા મકાનમાં ફરીયાદીને ગડદાપાટુનો માર માર્યો અને તેમનો જે વીડિયો ઉતાર્યો હતો.

આ વીડિયોને વાયરલ કરવાની અને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યા બાદ પહેલા 7.50 લાખ રૂપિયાની માગણી કરી અને ડુપ્લીકેટ પોલીસ બની મેટરને આગળ ન વધવા દેવાની ધમકી આપી. જે બાદ બીજા 9 લાખ રૂપિયા બળજબરીપૂર્ક પડાવ્યા. જો કે, આ મામલે વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલિસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલિસે 5.73 લાખ રૂપિયા સહિત 7 મોબાઈલ, અલ્ટો કાર સહિત કુલ 6.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ તો પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ આરોપીઓ પહેલા બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં. પોલીસે ફેસબૂક આઇડી પરથી વાત કરનાર મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્પલ પટેલ, અરવિંદ મુંજપરા, સંગીતાબેન મુંજપરા, ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલીયા મળી પોલીસે બે પુરુષ અને ચાર મહિલા સહિત છ જણની ધરપકડ કરી છે.