જીવનશૈલી

એક સમયે પાકિસ્તાન માટે રમતો હતો ક્રિકેટ, આજે આ જ ક્રિકેટર ટેમ્પો ચલાવવા છે મજબુર

સતત વિવાદોમાં રહેનાર પાકિસ્તાન ક્રિકેટથી વધુ એકે એવી ખબર સામે આવી છે કે,જેને દેશના ઘરેલુ ક્રિકેટની પોલ ખોલી દીધી છે. પાકિસ્તાન દ્વારા ક્રિકેટનું પુનગર્ઠન કરવામાં આવી રહ્યું હોય જેના કારણે કેટલાક ઉભરતા ક્રિકેટરની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પીસીબીએ તેના વિભાગીય ક્રિકેટને ભંગ કરવાનો ફેંસલો લીધો છે. જેની ચારેતરફ ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક ખેલાડી ટેમ્પો ચલાવવા મજબુર થયો છે.

Image Source

આર્થિક રીતે ભાંગી પડેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાસે ખર્ચના પણ પૈસા ના હોય મેદાનનું ધ્યાન અને સ્ટાફનો પગાર કરવો પણ મુશ્કેલ થઇ ગયો છે. ત્યારે એક ક્રિકેટર હવે ક્રિકેટથી દૂર થઇ ગયો છે. ફઝલ સુભાન નામનો ખેલાડી પ્રથમ શ્રેણીનો ખેલાડી હતો. અંડર-19 ટીમ અને ફરી પાકિસ્તાન ‘એ’ ટિમના અહમ ખેલાડી રહી ચૂકેલા સુભાને સોશિયલ મીડિયામાં તેનું દર્દ બયાન કર્યું છે.

ફઝલ ‘એ’ ખેલાડીઓમાં શામેલ હતો જેને અંડર-19અને ‘એ’ ટિમ નાદ પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમની બહુજ નજીક હતો. પરંતુ પરિવારણનું ભરણ પોષણ કરવા માટે હાલ ફઝલે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ફઝલ વિભાગીય ક્રિકેટમાં 1 લાખનું વેતન મેળવતો હતો. પીસીબી દ્વારા આ વેતન બંધ કર્યા બાદ હાલ ફઝલ પીકઅપ વાહન ચલાવવા માટે મજબુર થયો છે. સુભાન ગાડી ચલાવીને મહિને 30 થી 35 હજાર રૂપિયાની કમાણી કરે છે.’

Image Source

સુભાનનો વીડિયો વાયરલ થયો છે. આ વિડીઓમાં તે તેના સંઘર્ષની ગાથા કહી રહ્યો છે. સુભાનને પીસીબીના નવા નિયમ પર પણ નિશાન સાધ્યું છે. વીડિયોમાં કહ્યું હતું કે, નવા નિયમ પ્રમાણે ફક્ત 200 ખેલાડીઓ પર જ ધ્યાન આપવામાં આવશે. પરંતુ હજારો ખેલાડીઓ અને મેનેજમેન્ટ સ્ટાફ પાસે નોકરી ના હોવાનું કારણ નવી સિસ્ટમ છે.વધુમાં કહ્યું હતું કે,આખરે બેરોજગાર ક્રિકેટ જગત માટે જવાબદાર કોણ ?

જણાવી દઈએ કે, સુભાન ત્યારે ચર્ચામાં આવ્યો હતો જયારે તેને શોએબ મલિક વિરુદ્ધ તેને 207ની ઇનિંગ રમી હતી. હાલ તો આ ક્રિકેટરની કરિયરની ચર્ચા ચારેતરફ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં વિડીયો જોયા બાદ ઘણા ક્રિકેટરે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. તો ઘણા ખેલાડીઓએ પીસીબીને આડે હાથ લીધા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.