ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે, જેમાં ક્રિકેટરની પૂજા થાય છે. મેચ કોઈ પણ દેશની કેમ ન હોય, આપણે ત્યાં ક્રિકેટપ્રેમીઓ મેચને એટલા જ રસથી જુએ છે. અને દરેક ક્રિકેટર વિશે જાણકારી મેળવવા માટે પણ એટલી જ ઉત્સુકતા દર્શાવે છે. ત્યારે આજે વાત કરીએ આપણા ફેવરેટ ક્રિકેટરના ફેવરેટ ફૂડ વિશે.
આપણે જાણીએ જ છીએ કે મોટાભાગના ક્રિકેટર્સ ફૂડી છે અને તેઓ જ્યા જાય ત્યાંની જુદી-જુદી વાનગીઓ ચાખવાનું પણ ખૂબ જ પસંદ છે. ક્રિકેટર્સને ઘરનું બંશેલું ભોજન પણ એટલું જ પસંદ આવે છે. તો આજે જાણીએ આપણા ફેવરેટ ક્રિકેટરની ફેવરેટ વાનગીઓ કઈ છે –
વિરાટ કોહલી –
બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્માનો પતિ અને ભારતીય ક્રિકેટ ટિમનો હાલનો કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ હેલ્થ કોન્શિયસ છે અને તેને જાપાનીસ વાનગી સુશી ખૂબ જ પસંદ છે. પણ જયારે તે ઘરે હોય છે ત્યરે તેમને પાલક અને સ્વીટ પોટેટો ખાવું પસંદ કરે છે.
મહેન્દ્ર સિંહ ધોની –
View this post on Instagram
NCA all test’s done.20 mtr in 2.91sec. Run a 3 done in 8.90sec.time for heavy lunch
કેપ્ટન કૂલ તરીકે જાણીતા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બાઇકનો ખૂબ જ શોખ છે એ બધા જ જાણે છે, પણ બધાને એ વાતની ખબર નથી કે એ ફૂડી પણ છે. કબાબ, ચિકન બટર મસાલા અને ચિકન ટિક્કા પીઝા તેની પસંદગીની વાનગીઓ છે. તેને ગળ્યું ખાવું પણ પસંદ છે અને તે ગાજરનો હલવો અને ખીર ખાવી પસંદ કરે છે. જયારે દૂધ તેમનું ફેવરેટ ડ્રિન્ક છે.
એબી ડી વિલિયર્સ –
View this post on Instagram
Last lunch in special San Francisco🥂This was at Bar Bocce in Saucalito @montblanc @oakley
સાઉથ આફ્રિકન બેટ્સમેન એબી ડી વિલિયર્સને પનીર કેપ્સિકમ પાસ્તા, ગ્રિલ્ડ હેલિબત વિથ પીચ અને પેપર સાલસા અને ગ્રિલ્ડ ફિશ ખાવી પસંદ કરે છે.
ક્રિસ ગેલ –
વેસ્ટ ઇન્ડિઝનો આ ક્રિકેટર ક્રિસ ગેલને સીફુડ પસંદ છે, જેમાં એને Ackee, અને સોલ્ટ ફિશ પસંદ છે. જે તાજી માછલીમાંથી બનાવવામાં આવે છે. આ બેટ્સમેનને ઇન્ડિયન ફૂડ ખાવું પણ પસંદ છે, જેમાં કીમા અને બીરીયાનીનો સમાવેશ થાય છે.
વીરેન્દ્ર સેહવાગ –
ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગને બિરિયાની ખાવી ખૂબ જ પસંદ છે. અને તેઓએ ખુલાસો પણ કર્યો હતો કે તેમને જે રાતે ભારત ૨૦૧૧માં વર્લ્ડકપ જીત્યું હતું, એ રાતે તેમને પોતાના મિત્રો સાથે મળીને ઘણીબધી બિરિયાની ખાધી હતી.
શેન વોર્ન –
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નને Spagheti એને બેક્ડ બીન્સ ખાવા ખૂબ જ પસંદ છે. સાથે જ તેને હેમ અને પાઈનેપલ પીઝા પણ પસંદ છે.
શાહિદ આફ્રિદી –
આ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની પસંદગીની વાનગીમાં ચિકન બિરિયાની, પનીર ટિક્કા, ખીર અને આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે.
રોહિત શર્મા –
ભારતીય ક્રિકેટ ટીમના હાલના વાઇસ કેપ્ટન રોહિત શર્માને લૉ કાર્બ અને હાઈ પ્રોટીન ડાયેટ લેવાની સલાહ આપવામાં આવી છે, પણ તેમ છતાં તેની ફેવરેટ વાનગી આલૂ પરાઠા છે.
સુરેશ રૈના –
ડાબોડી ભારતીય બેટ્સમેન, જે સ્ટાઈલિશ પણ છે, એવા સુરેશ રૈનાને કબાબ ખૂબ જ પસંદ છે.
રાહુલ દ્રવિડ –
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડ, જે પોતાની સાદગી માટે ખૂબ જ પ્રખ્યાત છે, તેમને ઘરની બનેલી કોઈ પણ વાનગી ભાવે છે, પણ અઠવાડિયામાં એક વાર Buttery Crab ખાવું પણ પસંદ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks