સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ સેલિબ્રિટીની તસવીરો વાયરલ થતી રહે છે, એમાં જ ક્યારેક તેમના બાળપણની તસવીરો પણ તેઓ શેર કરતા રહે છે, અને પોતાના બાળપણની યાદો પોતના ચાહકો સાથે શેર કરતા રહે છે. આવી જ રીતે આમિર ખાન સાથે કામ કરી ચુકી આ અભિનેત્રીએ પણ પોતાના બાળપણની તસવીરો પોતાના શેર કરી છે. અહીં વાત કરી રહયા છીએ બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખની, તે આમિર ખાન સાથે સુપરહિટ ફિલ્મ દંગલમાં કામ કરી ચુકી છે.
દંગલ ગર્લ તરીકે જાણીતી ફાતિમા સના શેખે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના બાળપણની એક તસ્વીર શેર કરી છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ તસ્વીરમાં ફાતિમા ભણતા સમયે રડતી દેખાઈ રહી છે. આ તસ્વીર શેર કરતા ફાતિમાએ લખ્યું છે, ‘દેખો મેરી મા કિતની ખુશ દિખ રહી હૈ, મુજે રોતા હુઆ દેખ કે. હેટ પઢાઈ.’ આ તસ્વીરમાં તેની સાથે તેમની માતા પણ દેખાઈ રહયા છે. આ તસ્વીર અને તેનું કેપશન વાંચીને એટલું સાફ સમજાઈ રહ્યું છે કે ફાતિમાને ભણતરમાં ખાસ રસ ન હતો. ફાતિમાની આ તસ્વીર પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઘણી પસંદ કરી રહયા છે.
View this post on Instagram
Dekho meri maa kitni kush dikh rahi hai, mujhe rota hua dekh ke. 😂 hate padhai
આ તસ્વીર પર સોશિયલ મીડિયા યુઝર્સ જોરદાર કૉમેન્ટ્સ પણ કરી રહયા છે. એક યુઝરે લખ્યું, લાગે છે વિકેન્ડ પર પણ હોમવર્ક કરવું પડી રહ્યું છે, તો બીજા યુઝરે લખ્યું, એવું લાગી રહ્યું છે કે તું ચાચી ૪૨૦ના સેટથી આવી છે. નોંધનીય છે કે ફાતિમા સના શેખ છેલ્લે આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમા જોવા મળી હતી. હવે તે જલ્દી જ સૈફ અલી ખાન અને અલી ફૈઝલની સાથે ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળશે.
અહીં નોંધનીય છે કે ફાતિમાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૭ના ફિલ્મ ઇશ્કથી કરી હતી. આ પછી તે ચાચી ૪૨૦, બડે દિલવાલે, વન ટુ કા ફોર, આકાશવાણી જેવી ફિલ્મોમાં નજરે આવી હતી, પણ તેને લોકપ્રિયતા ફિલ્મ દંગલથી મળી. જેમાં તેને મહિલા પહેલવાન ગીતા ફોગટનું પાત્ર ભજવ્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks