ફાતિમા સના શેખના લેટેસ્ટ ફોટોશૂટે લૂટ્યુ ચાહકોનું દિલ, આમિર ખાન સાથે અફેરને લઇને આવી હતી ચર્ચામાં

જેની સાથે આમિર ખાનના લફરાંની ચર્ચા ચાલી રહી એ અભિનેત્રીએ પાંજરું બંધ થઇને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ- જોતા જ આખો ચાર થઇ જશે

બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક ફાતિમા સના શેખ આ દિવસોમાં ચર્ચામાં છે. બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને તેમની બીજી પત્ની કિરણ રાવના તલાક બાદ અભિનેત્રીને લઇને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. એવામાં હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં ફાતિમાએ ઝારા બ્રાંડનાા કપડા પહેર્યા છે. જેમાં તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. સોશિયલ મીડિયા પર થોડી જ વારમાં આ તસવીરો વાયરલ થવા લાગી હતી. પાંજરામાં બંધ થઇને ફાતિમાએ આ તસવીરો ક્લિક કરાવી છે. ફાતિમાની આ તસવીરો પર કેટલાક લોકો તેની  ઘણી પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. અપારશક્તિ ખુરાના અને અનિલ કપૂરે ફાતિમાની આ તસવીર પર કમેન્ટ કરતા તેની પ્રશંસા કરી  છે.

ફાતિમાનો આ તસવીરોમાં બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરોને લઇને તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, ફાતિમા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે.

ફાતિમાને અભિનયની દુનિયામાં  આમિર ખાનની ફિલ્મ “દંગલ”થી ઓળખ મળી હતી. ફાતિમા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કેટલાક લોકો આમિર ખાન અને કિરણ રાવના 15 વર્ષના સંબંધ તૂટવાનું કારણ આમિર ખાનની સહ કલાકાર ફાતિમા સના શેખને માની રહ્યા છે. જેને કારણે સોશિયલ મીડિયા પર સતત તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા બાદ સોશિયલ મીડિયા સાઇટ્સ ટ્વીટર ઉપર આમિર ખાનની કો-સ્ટાર રહી ચુકેલી અભિનેત્રી ફાતિમા સના શેખ ટ્રેન્ડ થઇ રહી છે. ટ્વીટર ઉપર ઘણા લોકોની કહેવું છે કે આમિર અને કિરણ રાવના છૂટાછેડા પાછળનું કારણ ફાતિમા સના શેખ છે.

આમિર અને ફાતિમાની વચ્ચે વધતી નજીકતા લીધે કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. કિરણ આ બધી વસ્તુઓથી ખુબ જ અપસેટ હતી. તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખે ફિલ્મ “દંગલ”થી બોલીવુડની અંદર ડેબ્યુ કર્યું હતું. જેમાં તે આમિર ખાનની દીકરીનું પાત્ર નિભાવી રહી હતી.

ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર હિટ સાબિત થઇ. “દંગલ”ની સફળતા બાદ ફાતિમા સના શેખે આમિર ખાન સાથે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”માં કામ કર્યું જેના બાદ આમિર અને ફાતિમાના અફેરની ખબરો આવવા લાગી હતી.

ઘણા લોકોનું કહેવું છે કે હવે આમિર ફાતિમા સાથે લગ્ન કરશે અને તેનાથી પણ વધારે લાંબો સમય સાથે રહેશે.તો કોઈ ફાતિમા સના શેખને ઘર તોડનાર જણાવી રહી છે. તો ઘણા લોકો ફાતિમાને શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

ફાતિમા સના શેખે ફિલ્મફેયરને આપેલા ઈક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે આ પ્રકારની ખબરોથી ખુબ જ પ્રભાવિત થઇ છે. ઘણા લોકો તેના વિશે લખી રહ્યા છે. જયારે તેમાં કોઈ હકીકત નથી. તેનું કહેવું છે કે તે ખુબ જ ડિસ્ટર્બ હતી કારણ કે તે નહોતી ઇચ્છતી કે લોકો વગર કઈ જાણે કઈ ખોટું વિચારે.

Shah Jina