હિન્દી ફિલ્મની દુનિયા હંમેશાથી ખુબ જ મોટી રહી છે. એક સામાન્ય વ્યક્તિથી સ્ટાર બનવાની સફર કોઈપણ અભિનેતા કે અભિનેત્રીના બાળપણથી જ શરૂ થઇ જતી હોય છે.

એવામાં આજે અમે એવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના કેરિયરની શરૂઆત ખુબ જ નાની ઉંમરથી શરૂ કરી દીધી હતી.

અમે વાત કરી રહ્યા છીએ ‘દંગલ ગર્લ’ ‘ફાતિમા સના શેખ’ની જેણે પોતાના કેરિયરની શરૂઆત બાળપણથી જ કરી દીધી હતી. બાળપણમાં એકદમ ક્યૂટ અને ચુલબુલી દેખાતી ફાતિમા સના શેખ આજે મોટી થઇ ગઈ છે, અને ખુબ જ સુંદર બની ગઈ છે. એવામાં આજે અમે તમને ફાતિમાના જીવનની અમુક ખાસ બાબતો જણાવીશું.

ફાતિમાનો જન્મ 11 જાન્યુઆરી 1991 ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. તેના પિતાનું નામ રાજ તબ્બસુમ અને માતાનું નામ વિપન સહના છે. ફાતિમાનો પરિવાર જમ્મુ-કાશ્મીરથી તાલ્લુક રાખે છે, ફાતિમાના જન્મ પછી તેના માતા-પિતા મુંબઈ આવી ગયા હતા.

પ્રાઈમરી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ફાતિમાએ મીઠીબાઇ કોલેજથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. પોતાના સ્કૂલના અભ્યાસ દરમિયાન જ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

ફાતિમા તે જ ક્યૂટ બાળકી છે જે એક સમયે ફિલ્મ ચાચી-420 માં બાળ કલાકારના સ્વરૂપે જોવા મળી હતી. ફિલ્મ વર્ષ 1997 માં રિલીઝ થઇ હતી.

ફિલ્મમાં તે કમલ હસન અને અભિનેત્રી તબ્બુની દીકરી લક્ષ્મીના કિરદારમાં જોવા મળી હતી. જેના પછી તે ફિલ્મ ઇશ્ક માં પણ જોવા મળી હતી. આ ફિલ્મો દ્વારા ફાતિમાએ સારું નામ કમાઈ લીધું હતું.

ફિલ્મ દંગલ માં ફાતિમા આમિર ખાનની દીકરી(રેસલર ગીતા ફોગટ) નો કિરદાર નિભાવતી નજરમાં આવી હતી. આ ફિલ્મ પછી ફાતિમા ‘દંગલ ગર્લ’ તર્રીકે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી થઇ ગઈ. હાલ ફાતિમા 24 વર્ષની થઇ ચુકી છે અને સુંદર અભિનેત્રી બની ગઈ છે.

જણાવી દઈએ કે ફાતિમા બ્રામ્હણ પરિવારથી સંબંધ ધરાવે છે પણ તે ઇસ્લામ ધર્મને માને છે. ફાતિમા બાળપણથી જ એક અભિનેત્રી બનવા માગતી હતી, અને માત્ર 5 વર્ષની ઉંમરમાં પોતાના જીવનની પહેલી ફિલ્મ ચાચી-420 માં કામ કર્યું.

ફાતિમા એ બે ફિલ્મ કર્યા પછી બૉલીવુડ થી બ્રેક લીધો હતો અને પછી પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે તે ફરીથી બોલીવુડમાં પોતાની દમદાર એક્ટિંગ કરવા આવી ગઈ છે.

જેના પછી ફાતિમા વર્ષ 2011 માં ‘વન ટુ કા ફોર’ માં નાના એવા કિરદારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ફાતિમાના સિવાય શાહરુખ ખાન અને જુહી ચાવલા પણ મુખ્ય કિરદારમાં હતા.

દંગલ એક બાયોપિક ફિલ્મ હતી જે એક પહેલવાનના જીવન પર આધારિત છે. ફિલ્મમાં આમિર ખાન અને ફાતિમાની સાથે સાક્ષી તંવર અને રાજકુમાર રાવ પણ નજરમાં આવ્યા હતા.

ફિલ્મ દંગલ માટે ઓડિશન શરૂ થયા ત્યારે ફાતિમાએ પણ હિસ્સો લીધો હતો. 6 રાઉન્ડ થયા પછી આખરે ફાતિમાને તે રોલ મળ્યો જેની તે વર્ષોથી રાહ જોઈ રહી હતી.

એ ખુબ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મોની સાથે સાથે ફાતિમાએ ટીવી જાહેરાતો અને ટીવી સિરીયલમાં પણ કામ કર્યું છે.

ફાતિમાએ ટીવીની દુનિયામાં ‘અગલે જન્મ મોહે બીટીયા હી કીજો’ દ્વારા એન્ટ્રી લીધી હતી, આ શો વર્ષ 2009 માં જી ટીવી પર પ્રસારિત થતો હતો. આ સીરિયલમાં ફાતિમા નકારાત્મક ભૂમિકામાં જોવા મળી હતી.

જો કે ફાતિમા બીટ્ટુ બોસ, ટેબલ નંબર 21 અને આકાશવાણીમાં પણ જોવા મળી હતી, પણ કદાચ તેના પર દર્શકોનું કઈ ખાસ ધ્યાન ગયું ન હતું.

આ સિવાય ફાતિમા સાઉથની ફિલ્મ ‘ઉવવું નેનું’ માં પણ જોવા મળી હતી પણ તેને કઈ ખાસ સફળતા મળી ન હતી. દંગલ ફિલ્મ પછી ફાતિમા ‘ઠગસ ઓફ હિન્દોસ્તાન’માં પણ ખાસ કિરદારમાં જોવા મળી હતી. દંગલ અને ઠગસ ઓફ હિન્દોસ્તાન બંન્ને ફિલ્મો તેના કેરિયરની સૌથી મોટી ફિલ્મો હતી.

એક સમયે ક્યૂટ દેખાતી ફાતિમા આજે એકદમ હોટ બની ગઈ છે. ફાતિમા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની હોટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

તેના ચાહકો પણ ફાતિમાની તસ્વીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. તસ્વીરોમાં ફાતિમાનો અંદાજ દર્શકોને ખુબ પસંદ આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.