મનોરંજન

ફાતિમા સના શેખએ કર્યો ખુલાસો- 3 વર્ષની ઉંમરમાં થયું હતું શોષણ, કાસ્ટિંગ કાઉચને લઈને કહી આ વાત

આમિર ખાનની અભિનેત્રીએ કર્યો ધડાકો

દંગલ એક્ટ્રેસ ફાતિમા સના શેખ ધીરે-ધીરે બોલીવુડમાં જલવો દેખાડી રહી છે. ફાતિમા તેની આગામી ફિલ્મ સૂરજ પે મંગલ ભારી’ ને લઈને ઉત્સાહિત છે. પરંતુ તેનો સમય બહુ જ ખરાબ રીતે વીત્યો છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની એક્ટ્રેસે તેની જિંદગીમાં સંઘર્ષ અને ઇન્ડસ્ટ્રીઝના કડવા સત્ય વિષે જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

ફાતિમા શેખનું કહેવું છે કે, તેને કરિયરમાં ઘણા રિજેક્શનનો સામનો કરવો પડયો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને કેવી રીતે ફિલ્મ એક્ટ્રેસ માટે યોગ્ય સમજી ના હતી કારણકે તે દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય જેવી દેખાતી નથી. આ સાથે જ ફાતિમા સના શેખે યૌન શોષણથી લઈને કાસ્ટિંગ કાઉચને લઈને વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

ફાતિમા સના શેખે પિંકવિલાએ આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને ઘણી વાર કહેવામાં આવ્યું હતું કે, હું ક્યારે પણ એક્ટ્રેસ બની શકીશ નહીં. તું દીપિકા અને ઐશ્વર્યા જેવી નથી દેખાતી. તું કેવી રીતે એક્ટ્રેસ બનીશ ? આ રીતે લોકોએ મને નીચો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ હું હવે પાછળ ફરીને જોવ છું તો મને લાગે છે કે, ઘણું સાચું હતું. આ સુંદરતાના કારણે જ છે એક એક્ટ્રેસ બનવા માટે આ હોવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

ફાતિમા શેખે વધુમાં જણાવ્યું હતું કે, મેં મારી કરિયરની શરૂઆતના દિવસોમાં ક્સિઝમનો સામનો કર્યો હતો. આ સાથે જ ખુલાસો કર્યો હતો કે સમાજમાં એટલું છે કે જયારે હું ત્રણ વર્ષની હતી ત્યારે મારી સાથે છેડછાડ થઇ હતી. મારો એવા લોકો સામે સામનો થયો હતો કે, જેને મને કહ્યું હતું કે, નોકરી મેળવવા માટે એકમાત્ર ઉપાય x છે.

 

View this post on Instagram

 

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

આ એક એવી લડાઈ છે જે આપણે દરેક મહિલાએ દરરોજ લડવી પડે છે. મને આશા છે કે અમારું ભવિષ્ય સારું હશે. આ કારણે ઘણી વાર એવું થયું કે, મારા હાથમાંથી ફિલ્મમાં કામ કરવાના સારા મોકા નીકળી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

જણાવી દઈએ કે, આપહેલીવાર નથી કે ફાતિમા સના શેખે યૌન ઉત્પીડન વિષે જણાવ્યું છે. ગત વર્ષે #MeToo દરમિયાન એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવાની વાત કરી હતી. આ સિવાય એક્ટ્રેસે તેની પારિવારિક સ્થિતિને યાદ કરતા કહ્યું હતું કે, તે અત્યંત સામાન્ય શ્રેણીમાંથી આવે છે. જ્યાં પરિવારને કાલે જમવા માટે આજે વિચારવું પડતું હતું. આટલા પૈસા અમારી પાસે ના હતા.

 

View this post on Instagram

 

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

ફાતિમાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જલ્દી જ લુડો અને સૂરજ પે મંગલ ભારીમાં નજરે આવશે. ફાતિમાએ બોલીવુડમાં આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ થી ડેબ્યુ કર્યું હતું. ફાતિમાની અત્યાર સુધી આ સૌથી સફળ ફિલ્મ રહી હતી. આ ફિલ્મમાં તેના કામની તારીફ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ફાતિમા સના શેખ ઇશ્ક, ચાચી 420, વન ટુ કા ફોર, બડે દિલ વાલા જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે નજરે આવી ચુકી છે.