દ્વારકાના ખંભાળિયામાં ગઢવી પરિવાર માથે તૂટ્યું આભ, દીકરાનું મોત થયા બાદ પિતાએ પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, એક સાથે નીકળી અર્થી

હે રામ, ઓમ શાંતિ ૐ શાંતિ….પુત્રના મૃત્યુ બાદ પિતાએ ઝેરી ટીકડા ગળી લઈ આપઘાત કર્યો, પિતા-પુત્રની અર્થી સાથે ઉઠતા કરુણ દ્રશ્યો સર્જાયા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Father’s suicide due to son’s grief : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોના મોતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં કોઈ આપઘાત કરીને મોતને ભેટતું હોય છે, તો કોઈનું હૃદયરોગના હુમલાના કારણે મોત થતું હોય છે. તો વળી કોઈને અકસ્માતમાં કાળ ભરખી જતો હોય છે, ત્યારે યુવાવયે કોઈનું પણ મોત થવું આખા પરિવાર માટે એક કારમાં ઘા સમાન છે, પરિવારજનો કેટલાય દિવસ સુધી પોતાના વ્હાલસોયાની યાદમાં આંસુઓ વહાવ્યા કરે છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી, જેમાં દીકરાના મોત બાદ પિતાએ પણ મોતને વહાલું કરી લીધું.

દીકરાએ ઝેર ખાઈને કર્યો આપઘાત :

દ્વારકાના ખંભાળિયા પાસે આવેલા કલ્યાણપુર તાલુકાના માળી ગામે ગતરોજ ગઢવી પરિવારના એક 26 વર્ષના દીકરા દેવાણંદભાઈ ઓઘડભાઈ જામે કોઈ કારણના લીધે અનાજમાં નાખવાના ઝેરી ટુકડા ખાઈને આપઘાત કર્યો, યુવકને ગંભીર હાલતમાં જ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકનો મૃતદેહ તેના ગામ લઇને આવતા જ તેના 60 વર્ષના પિતા ઓઘળભાઈ લખમણભાઈ પણ આઘાતમાં આવી ગયા અને તેમને પણ દીકરાની જેમ ઝેરી ટુકડા ખાઈ લીધા.

વિરહમાં પિતાએ પણ ઝેર ખાધું :

પિતાને પણ તાત્કાલિક ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું પણ સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.  યુવાન દીકરા અને આધેડ પિતાના એક સાથે મોત થવાના સમગ્ર ગઢવી પરિવાર સાથે આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવાર માથે તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારે પિતા પુત્રની એક સાથે જ અર્થી નીકળતા જ ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મિત્રો જેવો હતો પિતા પુત્રનો-સંબંધ :

પિતા-પુત્રની એકસાથે નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને જ્ઞાતિજનો જોડાયા હતા. આ બંને બાપ અને દીકરા વચ્ચે બે મિત્રો જેવો સંબંધ હતો. દેવાણંદને પણ બે બાળકો હતો, આ ઉપરાંત તેમનો એક ભાઈ પણ હતો. દીકરાના મોતનું વિરહ સહન ના કરી શકનારા પિતાએ પણ આખરે દીકરાની વાટ પકડી હતી અને મોતને વ્હાલું કરી લીધું હતું.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel