દીકરીના લગ્નમાં લગાવવામાં આવ્યું પિતાનું મીણનું બનેલું પૂતળુ, જોઈને દીકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે

દીકરીના લગ્નમાં હાજર રહ્યા મૃત પિતા, દીકરીની આંખો સામે આવતા જ વહેવા લાગી આંસુઓની ધારા, લગ્નમાં સામેલ મહેમાનો પણ થયા ભાવુક, જુઓ વીડિયો

આજે ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે અને આજે એવી એવી વસ્તુઓ આવી રહી છે જેની માણસે કલ્પના પણ ના કરી હોય. આજે લગ્ન કે ઘરના કોઈ પ્રસંગમાં મૃત વ્યક્તિને પણ હાજર રાખી શકાય છે. એ પણ ટેક્નોલોજીના સહારે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો એક વીડિયો તેનું એક મોટું ઉદાહરણ બન્યો છે.

દરેક દીકરી માટે તેના પિતા દુનિયાના સૌથી ખાસ વ્યક્તિ હોય છે, દીકરીના લગ્નમાં પિતા સૌથી વધુ ભાવુક થાય છે અને દીકરી પણ તેમને વળગીને ધ્રુસકેને ધ્રુસકે રડતી હોય છે. સોશિયલ મીડિયામાં કન્યા વિદાયના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. પિતાએ દીકરીને ધામધૂમથી સાસરે વળાવવાના ઘણા બધા સપના પણ જોયા હોય, પરંતુ પિતા જો દીકરીની વિદાય પહેલા જ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા જાય તો લગ્નના દિવસે દીકરીને જે પિતાની ખોટ લાગે છે તો આપણે કલ્પના પણ ના કરી શકીએ.

સોશિયલ મીડિયા હાલમાં વાયરલ વીડિયોમાં એક દીકરીને પિતાની ખોટ તેનો ભાઈ પુરી કરતો જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં એક ભાઈએ તેની બહેનને તેના લગ્નમાં સરપ્રાઈઝ કરવા માટે સ્વર્ગસ્થ પિતાની મીણની પ્રતિમા બનાવી છે અને લગ્નના દિવસે જ્યારે છોકરીની સામે પિતાનું મીણનું પૂતળું આવે છે ત્યારે તે તેને જોઈને ભાવુક થઈ જાય છે અને જોર જોરથી રડવા લાગે છે.

આ વીડિયો લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોતાના લગ્નમાં પિતાની મીણની પ્રતિમા જોઈને દુલ્હન ભાવુક થઈને રડવા લાગે છે અને તેની માતા અને તેની સાથે હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ જાય છે. દીકરીના દિવંગત પિતાની મીણની પ્રતિમા જોઈને કોઈ ન કહી શકે કે તે નકલી છે. પ્રતિમા વાસ્તવિક લાગે છે. છોકરી તેના પિતાની પ્રતિમાને ગળે લગાવીને રડે છે અને પછી પરિવારના બાકીના સભ્યો સાથે ઉભી રહે છે અને ફોટોગ્રાફ્સ પણ લે છે.

એનડીટીવી અનુસાર આ વીડિયો હૈદરાબાદનો છે. સાઈ વૈષ્ણવીના લગ્ન થઈ રહ્યા હતા. દરેક જણ ખુશ હતા, પરંતુ એક ખામી હતી, પિતા. દરેક વ્યક્તિ વિચારી રહ્યો હતો કે આ ખુશીના પ્રસંગે પિતા અવુલા સુબ્રહ્મણ્યમ હાજર હોત તો કેટલું સારું હોત. આ દરમિયાન વૈષ્ણવીના ભાઈએ એક એવી ભેટ આપી જે કદાચ જ કોઈએ આ પહેલા આપી હોય. ભાઈએ તેમના પિતાના મીણનું લાઈફ સાઈઝ પૂતળું બનાવ્યું અને લગ્નમાં બધાની સામે રજૂ કર્યું.

દુલ્હનના ભાઈ ફાનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના પિતા બીએસએનએલમાં નોકરી કરતા હતા. તે પણ કોરોનાની બીજી લહેરમાં ફસાઈ ગયા. તેમનું ઓક્સિજનનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. તે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેઓ વેન્ટિલેટર પર હોવાથી કોઈ તેમને મળી શકાયું ન હતું. તેમના નિધન પછી આખો પરિવાર તૂટી ગયો.

આ સમયમાં પણ કોઈએ હાર ન માની. દરેકની એક જ ઈચ્છા હતી કે જો તે વૈષ્ણવીના લગ્નમાં હોત તો કેવું સારું થાત. હવે આ ઈચ્છા પૂરી થઈ છે. ફણી કુમારે જણાવ્યું કે તેણે કર્ણાટકમાં પોતાના પિતાનું મીણનું પૂતળું બનાવ્યું હતું. લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો. લોકો પણ આ વીડિયોને જોઈને ખુબ જ ભાવુક થઇ રહ્યા છે.

આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે આ ખૂબ જ ઈમોશનલ વીડિયો છે. મારા હૃદયને સ્પર્શી ગયો, ત્યાં અન્ય યુઝરે લખ્યું કે, “દીકરીઓ આવી હોય છે”. એકંદરે, લોકો આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને ભાવુક પણ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે, ઘણા લોકો વીડિયો જોઈને ખુબ જ ભાવુક પણ બની ગયા છે તો ઘણા લોકોનું કહેવું છે કે આ રીતે પિતાની યાદ લોકોમાં તાજી થઇ ગઈ.

Niraj Patel