અમદાવાદમાં શૈતાનને પણ શરમાવે એવું કૃત્ય બાપે કર્યું, 9 વર્ષની ફૂલ જેવી દીકરી સાથે…વાંચી તમારુ પણ હ્રદય કંપી ઉઠશે

ગુજરાતમાંથી ઘણીવાર દીકરીઓ પર અત્યાચાર અને તેમને હેરાન કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં અમદાવાદમાંથી એક દીકરીનો કિસ્સો સામે આવ્યો છે, પરંતુ આ કિસ્સામાં સૌથી ચોંકાવનારી વિગત એવી છે કે, દીકરી પર કોઇ બીજાએ નહિ પરંતુ તેના પિતાએ જ અત્યાચાર ગુજાર્યો છે. એક દીકરી તો તેના પિતાનું સ્વાભિમાન હોય છે. દીકરી તેના પિતાને સૌથી વધુ વહાલી હોય છે, પરંતુ અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા એક પિતાએ પોતાની 9 વર્ષની દીકરી પર જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે તે તો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનની સાથે પણ ન કરે. જો કે, દીકરીના મામાને પિતાના આ કૃત્યની જાણ થતા તેઓ ભાણીને બચાવી પોતાના ઘરે લઈ આવ્યા

તસવીર સૌજન્ય : વીટીવી ગુજરાતી

અને આ મામલે અત્યાચારી પિતા સામે અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. પિતાએ 9 વર્ષિય દીકરીને રોટલી શેકવાના ચીપિયાથી ડામ આપ્યા હતા. અમદાવાદના ચાંદલોડિયાના રબારી જીતુભાઈએ તેમની દીકરી પર આ કૃત્ય કર્યુ હતુ. હાલામાં ગાંધીનગર સિવિલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. ફરિયાદીની બહેનના છૂટાછેડા થયા હતા અને તે બાદ 9 વર્ષીય ભાણી મામાને ઘરે રહેતી હતી. મેશ્વાને સામાજિક સમજૂતીથી તેના પિતા જીતુભાઈ અમદાવાદ લઇ ગયા અને છેલ્લા ત્રણ મહિનાથી પિતા જીતુ રબારી 9 વર્ષીય દીકરી મેશ્વાને ડામ દઇ માર મારતો હોવાની વાત સામે આવી. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ વાતની મામાને જાણ થતા તેઓએ બાળકીને અમદાવાદથી લાવી પહેલા કડી અને ત્યારબાદ ગાંધીનગરમાં સારવાર માટે ખસેડી. હાલમાં બાળકીની તબિયત સારી છે અને તેને કડીના બલાસાર ગામે મામા જામાભાઇ રબારીને ત્યાં હેમખેમ લવાઈ છે. ઘર કામ બાબતે પિતાએ મીઠો ઠપકો આપવાના બદલે હેવાનિયતની હદ વટાવી દીધી. તેણે દીકરીના ફૂલ જેવા શરીર પર તાવેતા અને ચીપિયા વડે ડામ દેવાનું શરૂ કર્યું અને શરીરનો એક પણ ભાગ એવો બાકી ન રાખ્યો કે જેના પર ડામ ન દીધા હોય.

એટલું જ નહિ, ફૂલ જેવી માસૂમ બાળકીની આંખ પર મુક્કા મારતા તેની આંખ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. જો કે, આ વાતની જાણ સમાજના કોઈ વ્યક્તિ દ્વારા કડીના બલાસર તેના મામા જામાભાઈને થતા ભાણીની દુર્દશા જોઈને મામા હચમચી ઊઠ્યા અને દીકરીને પિતાના ત્રાસમાંથી મુક્ત કરી સારવાર અપાવી. કડીના બલાસર ગામે રહેતા જામાભાઇ રબારીની બહેન સોનલના અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહેતા જીતુભાઈ સાથે લગ્ન થયા હતા. સોનલબેન અને જીતુભાઈના લગ્નજીવન દરમ્યાન દીકરીનો જન્મ થયો હતો.

જો કે, કોઈ કારણોસર પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન આવતા બંનેના છૂટાછેડા થયા હતાં. આ છૂટાછેડા બાદ સોનલબેને લગ્ન કરીને નવું ઘર વસાવી લીધુ અને તો દીકરીની જવાબદારી તેના મામાએ લીધી હતી. જો કે, ત્રણેક મહિના પહેલા પિતા સામે ચાલીને જામાંભાઈ રબારીને ઘરે આવ્યા અને સામાજિક આગેવાનોને વચ્ચે રાખીને દીકરીના ઉછેર અને અભ્યાસની જવાબદારી લીધી. જો કે, સારું ભવિષ્ય આપવાનું સ્વપ્ન બતાવીને દીકરીને પોતાની સાથે લઈ ગયેલા પિતા જીતુ રબારી હેવાનને પણ શરમાવે એવું કૃત્ય કરશે તેવી કલ્પના પણ કોઈ એ કરી નહોતી.

Shah Jina