પિતાએ દીકરાનું આ મામૂલી કામ ન કર્યું તો દીકરાએ ફોડી નાખ્યું પિતાનું માથું, તડપી તડપીને પિતાના ઉડી ગયા પ્રાણ, જાણો સમગ્ર મામલો

આ કામ ન કરતા દીકરોએ બાપને પતાવી દીધો- જાણો એવું તો શું થયું

આપણે ત્યાં એવું કહેવાય છે કે ઘડપણનો સહારો દીકરો બને છે. પરંતુ આજના આ આધુનિક સમયમાં સંતાનો પણ પોતાના માતા પિતાના નથી થતા અને ઘણા એવા સંતાનો પણ હોય છે જે પોતાના માતા-પિતા ઉપર હાથ પણ ઉઠાવે છે, ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દારૂના નશામાં ચૂર દીકરાએ લગ્ન ના કરાવવા ઉપર પિતાનું માથું ફોડીને હત્યા કરી નાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બની છે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં જ્યાં એક જુવાન દીકરાએ પોતાના ઘરડા પિતાના માથામાં ડંડો મારીને હત્યા કરી નાખી. કારણ કે તે પોતાના લગ્ન ના થવાના કારણે નારાજ હતો. તેને એમ લાગી રહ્યું હતું કે તેના પિતા તેના લગ્ન કરાવવા માટે છોકરી નથી શોધી રહ્યા.

આ હેરાન કરી દેનારી ઘટના મકનોરિયા ક્ષેત્રમાં બુધવારના સવારે સામે આવી. જ્યાં આરોપી વિમલેશ સાહુએ પોતાના 70 વર્ષના પિતા ગિરધારી સાહુની હત્યા કરી દીધી છે. આરોપી દારૂના નશામાં પોતાના ઘરે પહોંચ્યો હતો અને ત્યારબાદ તે પોતાના પિતા સાથે ગાળા-ગાળી કરવા લાગ્યો હતો.

આ વાત ઉપર જ તેના પિતાએ તેને થોડું લડ્યા અને દીકરાએ પિતાના માથામાં ડંડો મારી અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. યુવકે એટલા જોરથી પિતાના માથામાં લાકડી મારી કે એક જ ફટકામાં પિતાના પ્રાણ ચાલ્યા ગયા.

જયારે મૃતકના નાના દીકરાએ પણ આ ઘટના વિશે મોટાભાઈને પૂછ્યું ત્યારે તે તેને પણ મારવા લાગ્યો. યુવક ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને આરોપીની ધરપકડ કરી લીધી.

તપાસમાં સામે આવ્યું કે આરોપી વિમલેશ નશો કરતો હતો. જેના કારણે તેના પિતા તેના લગ્ન નહોતા કરાવી રહ્યા. તો નાના દીકરાના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. આ વાતથી જ તે પોતાના પિતા અને ભાઈથી નારાજ હતો. તે એમ કહેતો હતો કે નાના દીકરાના લગ્ન કરાવી દીધા અને મને વરરાજા ના બનવા દીધો.

Niraj Patel