“દાદા કોને શોધી રહ્યા છો? મારો છોકરો હતો આ ટ્રેનમાં..” વીડિયો જોઇ તમારી આંખમાંથી પણ આવી જશે આંસુ

રડાવી દેશે દીકરાને શોધી રહેલા આ પિતાનો વીડિયો, લાશોના ઢગલા વચ્ચે દીકરાને શોધી રહ્યો હતો બેસહારા બાપ

Father Searching His son : ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ સેંકડો લાશોનો ઢગલો થઈ ગયો છે, અત્યાર સુધીમાં 280થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને રડાવી શકે છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોમાં એક શોકગ્રસ્ત પિતા તેમના પુત્રને શોધી રહ્યા છે. વીડિયોમાં લાચાર પિતા અનેક મૃતદેહો વચ્ચે પોતાના પુત્રને શોધી રહ્યા છે.

આ 50 વર્ષીય વ્યક્તિ દરેક શબના ચહેરાને જુએ છે અને ફરીથી સફેદ ચાદરથી ચહેરો ઢાંકે છે. ટ્રેન દુર્ઘટના બાદ ઘટનાસ્થળની નજીક મૃતદેહોનો ઢગલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ તેના પુત્રની શોધમાં બધા મૃતદેહોને જોઇ રહ્યો છે. ટ્વિટર પર એક યુઝરે એક દર્દનાક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લાશના ઢગલામાંથી કફન ઊંચકીને એક લાચાર પિતા પોતાના પુત્રને શોધી રહ્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ લાચાર પિતાને પૂછે છે, દાદા તમે કોને શોધી રહ્યા છો…? પિતા કહે છે, “મારો છોકરો એક… કોરોમંડલ ટ્રેનમાં હતો. તે રડતા રડતા કહે છે મારો પુત્ર હજુ સુધી મળ્યો નથી. પોલીસને જણાવ્યું, પણ હવે કોઈ કશું કહેતું નથી. અહીં મારો પુત્ર નથી. એવું કહેતા સંભળાઇ રહ્યુ છે કે પિતા છેલ્લા 7 કલાકથી તેમના પુત્રને શોધી રહ્યા હતા.

તેઓએ હોસ્પિટલના દરેક વોર્ડની મુલાકાત લીધી. હવે તેઓ મૃતદેહોના ઢગલામાં તેમના પુત્રને શોધી રહ્યા છે. પરંતુ તેમનો પુત્ર આ મૃતદેહમાં નથી અને ગુમ છે. તે જીવિત છે કે નહીં તે ખબર નથી.

 

Shah Jina