ખબર

સિનિયર ઓફિસરને જોઈને સલામ કરી કહ્યું નમસ્તે મેડમ, સામે હતી પોતાની જ દીકરી, જુઓ એક ગર્વ અપાવનારી ઘટના

વર્દીની અંદર પોતાના સિનિયર ઓફિસરને સલામ કરવી એ સામાન્ય બાબત ગણવામાં આવે છે. પરંતુ જો વર્દીમાં સિનયર ઓફિસર તરીકે પોતાની જ દીકરી સામે ઉભેલી હોય અને તેને સલામ કરવાની થાય તો ? આવું જ કંઈક હકીકતમાં બનતું જોવા મળ્યું છે.

Image Source

તિરુપતિની અંદર આંધ્ર પ્રદેશમાં વર્ષ 2021ની પહેલી “પોલીસ ડ્યુટી મીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટની અંદર ગંટુરની 2018 બેચની ડીએસપી જેસી પ્રશાંતિ પણ આવેલી હતી. તિરુપતિના જ પોલીસ ટ્રેનિંગ સેન્ટરની અંદર તેના પિતા ઇન્સ્પેકટર શ્યામ સુંદર ડ્યુટી ઉપર હતા. આજ ઇવેન્ટની અંદર જયારે શ્યામ સુંદરે પોતાની જ ડીએસપી દીકરીને આવેલી જોઈ તો તરત જ નિયમ પ્રમાણે જઈને તેને સલામ કરી અને કહ્યું “નમસ્તે મેડમ”. જવાબમાં દીકરીએ પણ સામે સલામ કરી અને પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Image Source

આ ઘટનાને આસપાસ ઉભેલા પોલીસકર્મીઓએ પણ જોઈ અને બધાના ચહેરા ઉપર ખુશી ફરી વળી. આ ગૌરવપૂર્ણ ઘટના જોઈને બધા જ તેની ચર્ચા પણ કરવા લાગ્યા. એક પિતા માટે આ એક ગૌરવ ભરેલી ક્ષણ હતી.મીડિયા સાથેની વાતચીતમાં શ્યામ સુંદરે જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે મારી દીકરી ઇમાનદારીથી પોતાના કર્તવ્યનું નિર્વહન કરશે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને સેવા કરશે.”

આ ઘટનાને આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા પણ ટ્વીટ કરીને એક તસ્વીર શેર કરવામાં આવી છે. જેમાં તેમને લખ્યું છે, “આંધ્ર પ્રદેશ પોલીસ ડ્યુટી મીટ પરિવારને સાથે લાવ્યું છે. સર્કલ ઇન્સ્પેક્ટર શ્યામ સુંદર પોતાની જ દીકરી જેસી પ્રશાંતિને ગર્વ અને સન્માનની સાથે સલામ કરી રહ્યા છે. જે ડીસીપી છે.”