તાપીમાં પિતાની નાની જેવી વાતમાં 19 વર્ષના દીકરાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું, કારણ છે ખુબ જ ચોંકાવનારું

તાપીમાં 19 વર્ષના યુવકે નદીના ઉંડા પાણીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી, પપ્પાની આ વાતનું ખોટું લાગી ગયું…આજીવન બિચારા મમ્મી પપ્પાનો કોણ સહારો…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનો આપઘાત કરતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણા લોકો નાની એવી વાતમાં પણ આપઘાત જેવું ભયાનક પગલું ભરતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો તાપીમાંથી સામે આવ્યો છે, જેમાં એક 19 વર્ષના દીકરાએ નાની એવી વાતમાં મોતને વહાલું કરી લીધું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લામાં આવેલા કુકરમુંડા તાલુકાના બિભોરા ગામના રહેવાસી 19 વર્ષીય સંદીપભાઈ પ્રકાશભાઈ પાટીલને તેના પિતાએ ગત 17 જુલાઈના રોજ ઘોડાને હાઇવે ઉપર લઇ જવાની ના પાડી હતી, જે વાતથી દીકરાને લાગી આવ્યું હતું અને સંદીપ બાઈક લઈને ગુસ્સામાં જ ઘરેથી નીકળી ગયો હતો.

બાઈક લઈને તે હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર પહોંચ્યો હતો અને પુલ ઉપર બાઈક મૂકી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જેના બાદ મૃતદેહ આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતા જ પરિવારના માથે તો દુઃખનું આભ તૂટી પડ્યું હતું. મૃતકના પિતાએ આ ઘટના અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજના યુવનો અને બાળકોમાં ધીરજ નથી રહી, કોઈ નાની એવી  વાતને લઈને પણ આપઘાત કરવાનું વિચારતા હોય છે. છેલ્લા થોડા સમયમાં જ પરીક્ષામાં નાપાસ થવાના કે રિઝલ્ટ સારું નહિ આવવાના કારણે પણ ઘણા લોકોએ આપઘાત કરી લીધો છે, તો ઘણા મોબાઈલ ગેમને લઈને માતા પિતા દ્વારા કંઇ કહેતા આપઘાત કરી લેતા હોય છે, ત્યારે આ વધુ એક ઘટનાએ વાલીઓને વિચારતા કરી દીધા છે.

Niraj Patel