રાજકોટમાં સંબંધો પર ઉડ્યું લાંછન, 7 વર્ષ સુધી પરિવારના આ ખાસ સભ્યએ દીકરીનો દેહ ચૂંથ્યો, સગર્ભા થતા ફૂટ્યો ભાંડો

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં સંબંધો પણ શર્મશાર થાય છે. ત્યારે હાલ રાજકોટમાંથૂ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જે બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. એક દીકરી તો પોતાના પિતા માટે વ્હાલનો દરિયો હોય છે,

પરંતુ તે જ પિતા દીકરી સાથે જો કુકર્મ આચરે તો…રાજકોટમાંથી નરાધમ પિતાની કરતૂત સામે આવતા લોકો આ નરાધમ પિતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના વકીલોએ તો આ મામલે મહત્વનો નિર્ણય પણ લીધો છે. કોઇ વકીલ નરાધમ પિતાનો દુષ્કર્મનો કેસ નહિ લડે. છેલ્લા 7 વર્ષથી સગી દીકરીનો દેહ બાપ જ પિંખતો હતો.

જ્યારે દીકરીની તબિયત લથડી તો તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યારે ડોક્ટરે 18 વર્ષની દીકરી પ્રેગ્નેટ હોવાનો રિપોર્ટ આપ્યો. આ વાત સામે આવ્યા બાદ દીકરી અને માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. દીકરીનું બ્લીડીંગ બંધ નહોતું થતું અને તેને ઈમરજન્સી સારવાર આપ્યા બાદ ડોક્ટરે પ્રેગ્નેંસી ટેસ્ટ કરાવ્યો, જે બાદ તે સગર્ભા હોવાનું સામે આવ્યું.

ડોક્ટરને એમ હતું કે, 18 વર્ષની દીકરી છે તો બોયફ્રેન્ડ સાથેના સંબંધમાં આવું બન્યું હોઈ શકે. જેથી ડોક્ટરને એમ હતું કે તેની માતા તેને ઠપકો આપશે. જો કે ડોક્ટરે જ્યારે આ વાતની જાણ દીકરી અને તેની માતાને કરી તો બંને રડી પડ્યા. ડોક્ટરે દીકરીને પૂછ્યુ તો દીકરીએ કહ્યું, મારી જિંદગી મારા જ પિતાએ બગાડી નાખી. જે બાદ ડોક્ટરના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. આ વાતની પોલિસને જાણ કરવામાં આવી અને ડીસીપી સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો. જે બાદ નરાધમ પિતા સામે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી

અને તેની અયકાયત કરવામાં આવી. પોલીસને પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, તે 11 વર્ષની હતી ત્યારથી જ તેના પિતાએ તેની સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું અને સમય જતાં જતાં પિતાએ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. છેલ્લા સાત સાત વર્ષથી નરાધમ પિતાની હવસનો શિકાર દીકરી બનતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રીક્ષાચાલક હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ વચ્ચે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપી વતી કોઇ પણ વકીલ કેસ નહીં લડે.

Shah Jina