બાપ-દીકરા વચ્ચે આવું થયું અને અચાનક રસ્તા પર પિતાએ દીકરાને મારી નાખ્યો, વીડિયો જોઇને તમારી આત્મા કંપી ઉઠશે

પૈસા…પૈસા…પૈસા…આ પૈસા જે ન કરાવે તે ઓછું છે. 1970-80ના દાયકાની મોટાભાગની ફિલ્મોમાં એક શેઠ હતા જે ગામના ગરીબ લોકોને વ્યાજ પર પૈસા આપતા હતા. પછી ગામડાના ઓછા ભણેલા લોકો પાસેથી મોટું વ્યાજ વસૂલીને તેમની પાસેથી પૈસા પાછા માંગતા હતા. જો તે ન આપી શકે તો તે તેમની જમીન અને મકાન પડાવી લેતા. જે બાદ ગરીબ ગ્રામજનો નાના બાળકો સાથે રસ્તા પર આવી જતા. નિર્દયી શેઠને જોઈને આપણે કહેતા કે જુઓ આ શેઠ પૈસા માટે કેટલો નીચો થઇ ગયો. પરંતુ, હાલ જે ઘટના સામે આવી છે, તેની સામે ફિલ્મોના શેઠની ક્રૂરતા પણ ઓછી દેખાશે. એક પિતાએ પૈસા માટે પોતાના યુવાન પુત્રને જીવતો સળગાવી દીધો.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્ર અને તેના પુત્ર અર્પિત વચ્ચે ધંધાને લઈને કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે 55 વર્ષીય સુરેન્દ્રએ 25 વર્ષના અર્પિત પર પેઈન્ટ થિનર ફેંક્યું અને પછી તેને આગ લગાવી દીધી. ઘટના અંગે માહિતી આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું કે સુરેન્દ્રનો ફેબ્રિકેશનનો બિઝનેસ હતો, જેને અર્પિત સંભાળતો હતો. સુરેન્દ્રને દોઢ કરોડ રૂપિયાનો હિસાબ મળતો ન હતો. જ્યારે તેણે અર્પિત પાસે હિસાબ માંગ્યો તો અર્પિત પણ હિસાબ આપી શક્યો નહીં, જેના કારણે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો. નાયબ પોલીસ કમિશનરે જણાવ્યું કે, પિતા અને પુત્ર વચ્ચે 15-20 મિનિટ સુધી લડાઈ ચાલી.

બિઝનેસમાં ખોટ જવાથી અર્પિતના પિતા ખૂબ ગુસ્સે હતા. પિતાએ તેના પુત્ર પર થિનર ફેંક્યું, પછી તેણે આગ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. જો કે, બીજી વખત આગ ફાટી નીકળી…આરોપી સુરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને IPCની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. પોલીસ અનુસાર, નજીકના લોકોએ આગ બુઝાવી દીધી અને અર્પિતને વિક્ટોરિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો.

એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા પછી, 7 એપ્રિલ, ગુરુવારે તેની મોત થઇ ગઇ. અધિકારીઓએ એમ પણ કહ્યું કે સુરેન્દ્ર મૂળ રાજસ્થાનનો છે અને કેટલાક વર્ષોથી તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહે છે. આ ઘટના બેંગ્લોરના ચામરાજપેટ વિસ્તારની છે.

Shah Jina