સુરેન્દ્રનગરમાં સગા પિતાએ પોતાના દીકરાને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણી હચમચી ઉઠશો

ગુજરાતમાંથી ઘણીવાર અંગત અદાવતના કિસ્સાઓ સામે આવતા રહે છે અને ઘણીવાર એવું બને કે આવી ઘટનામાં કોઇ નિર્દોષનું મોત થઇ જાય છે. હાલ આવો જ એક કિસ્સો ગુજરાતના સુરેન્દ્રનગરના લીંબડીમાંથી સામે આવ્યો છે. લીંબડીના બોરાણા ગામે ફાયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં બન્યુ એવુે કે પિતાએ દીકરા પર ફાયરિંગ કરતા તેનું મોત થયું જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. ત્યારે ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને ખુલ્લેઆમ હત્યાના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે લીંબડીના બોરાણા ગામે પિતાએ દીકરા પર ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

ઘટનાની વિગત તપાસીએ તો, લીંબડીના બોરાણા ગામે મોડી સાંજે માતા-પિતા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. ત્યારે આ ઝઘડો શાંત પાડવા માટે દીકરો વચ્ચે પડ્યો અને તે બાદ પિતા ઉશ્કેરાઇ ગયા અને ઘરમાં પડેલું ગેરકાયદેસર દેશી હથિયાર લઇ યુવકના છાતીના ભાગે ફાયરિંગ કર્યુ. દીકરા મહેન્દ્ર મંદુરિયાણીને છાતીના ભાગે ગોળી ઘૂસી જતા ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. આ બાબતની જાણ લીંબડી પોલીસને થતા પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં પુત્ર પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારનારા પિતા પીતામ્બર ફરાર છે. અને આ ઘટનાને લઇને લીંબડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકની લાશને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી. સગા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં મામલો ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યો છે. પરિવારમાં પણ શોકની લાગણી સર્જાઇ છે. વહેલી સવારે લીંબડી પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવાની અને હત્યારા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ અનુસાર ગત મોડી સાંજે મૃતકના માતા અને પિતા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ત્યારે જ દીકરો બહારથી આવ્યો અને તે પોતાની માતાને બચાવવા માટે વચ્ચે પડ્યો ત્યારે જ તેના પિતા ઉશ્કેરાયા અને ઘરમાં પડેલ દેશી હથિયાર વડે દીકરા પર ફાયરિંગ કરી દીધુ. જેમાં મહેન્દ્રને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે બાદ તેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક વિગતમાં તેને બેથી ત્રણ ગોળી લાગી હોવાનું બહાર આવ્યુ છે. પોલીસ દ્વારા આ મામલે તેનું સીટીસ્કેન ડેડબોડીને કરાવી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

Shah Jina