રશિયા પાસે છે વિશ્વનો સૌથી શક્તિશાળી બોમ્બ, જો યુક્રેન પર ફેંકાયો તો થશે લાશોના ઢગલા

રશિયા પાસે છે બધા બોમ્બનો બાપ, પુતિને ઉપયોગની આપી દીધી છે મંજૂરી

રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ઘ ચાલી રહ્યું છે. પુતિના આદેશ બાદ રશિયાની સેના યુક્રેન પર મિશાઈલથી હુમલો કરી રહી છે. જેમા મળતી માહિતી પ્રમાણે 10 સામાન્ય નાગરિક સહિત 50 લોકોના મોત થયાના અહેવાલ છે. તો બીજી તરફ યુક્રેને પણ રશિયાના 50 સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો છે. તો બીજી તરફ અમેરિકા અને નાટો સતત આ યુદ્ધને રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. (અહીં દર્શાવેલ તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

હાલમાં બન્ને દેશો એક બીજા સામે પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે રશિયાની સેના હાલમાં યુક્રેનની રાજધાની સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રુસી સેનાએ એક સાથે યુક્રેનના અનેક શહેર પર હુમલો કર્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. નાટોના વિરોધ પર રશિયાએ સ્પષ્ટ કહી દીધુ છે કે અમે કોઈ કિંમતે પાછળ નહીં હટીએ.

હવે બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એ જાણવું ખુબ જરૂરી છે કે બન્ને દેશો પાસે કેવા કેલા ઘાતક હથિયારો છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે રશિયા યૂક્રેન કરતા સૈન્ય ક્ષમતાના મામલે ખુબ આગળ છે. હવે કેટલાક મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયા યુક્રેન પર ફાધર ઓફ ઓલ બોમ્બ(FOAB) ફેકી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બના ઉપયોગ અંગે પુતિને સેનાને મંજૂરી પણ આપી દીધી છે.

નોંધનિય છે કે, ફાધર ઓફ ઓળ બોમ્બ એક નન ન્યૂક્લિયર બોમ્બ છે, પરંતુ તે બહુ ઘાતક છે. એક બ્રિટિશ અખબારે દાવો કર્યો છે કે આ બોમ્બના ઉપયોગ અંગે પુતિને મંજૂરી આપી દીધી છે. રશિયા પાસે થર્મોબેરિક બોમ્બ છે અને તે 300 મીટરના રેડિયેસમાં બ્લાસ્ટ કરી શકે છે. જેનાથી ભયાનક વિનાશ થવાની શક્યતા છે. રશિયાએ આ બોમ્બ 2007માં બનાવ્યો હતો અને તે જ વર્ષે તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતુ. ત્યારે તેના વિશે નિષ્ણાતોએ કહ્યું હતું કે આ બોમ્બ અમેરિકાના વર્જન કરતા 4 ગણો શક્તિશાળી છે.

અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બ કરતા રશિયાનો આ ફાધર ઓફ ઓળ બોમ્બ અનેક ગણો શક્તિશાળી છે. આ બોમ્બની વિસ્ફોટક ક્ષમતા 44 ટન TNT છે. જેના કારણે જ સમગ્ર વિશ્વ અત્યારે એ વાતને લઈને ચિંતામાં છે કે જો રશિયાએ આ બોમ્બનો ઉપયોગ કર્યો તો યુક્રેનમાં લાશોના ઢગલા થઈ જશે.

YC