વડોદરા : ઓનલાઈન ગેમ રમવામાં ને રમવામાં દેવું થઈ જતા બે બાળકોના પિતાએ કર્યો આપઘાત, પત્નીને કહ્યુ- છોકરાઓને મારતા નહીં ખુશ રાખજો

વડોદરામાં એન્જિનિયરે ઓનલાઇન ગેમમાં દેવું થઇ જતા ગળે ફાંસો ખાધો, સુસાઇડ નોટમાં લખ્યુ કારણ, કહ્યુ- ‘છોકરાઓને મારતા નહીં ખુશ રાખજો’

ગુજરાતમાંથી આત્મહત્યાના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ વડોદરામાંથી ઓનલાઇન ગેમમાં દેવું થઈ જતા બે બાળકોના પિતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાની ઘટના સામે આવી હતી, ત્યારે આ મામલે મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં લોનની ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી રહી છે અને ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયો હોવાનો પણ ઉલ્લેખ છે.

ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા કર્યો આપઘાત

મૃતક દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે તેમાં એવું પણ કહેવાયુ છે કે, મારા છોકરાઓને મારતા નહીં, ખુશ રાખજો. લોનવાળા ગંદા ફોટો વાયરલ કરવાની ધમકી આપે છે. મૃતક મયુરભાઈ મહિડાએ લખ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી એવા કોલ આવી રહ્યા છે કે, લોન ભરપાઇ કરો. ધમકી આપવામાં આવી રહી છે કે ગંદા ફોટા વાયરલ કર દઈશું.

સુસાઇડ નોટમાં લખ્યુ કારણ

આ ઉપરાંત સુસાઇડ નોટમાં આગળ લખવામાં આવ્યુ છે કે મેં અમુક એપ્લિકેશન પરથી લોન લીધી હતી જે ચૂકતે કરી દીધી છે. મારા ઉંચા શોખને કારણે મારા પર વધારે દેવું થઈ ગયું છે. એટલે હું આ પગલું ભરી રહ્યો છું. આ ઉપરાંત આગળ મૃતકે લખ્યુ છે- પપ્પા અને આરતી તમે મને ખરાબ માણસ ના સમજતા, મારા ગયા પછી મને માફ કરી દેજો. છોકરાઓને ના મારતા અને ખૂશ રાખજો.

‘છોકરાઓને મારતા નહીં ખુશ રાખજો’

ઘર અને ગાડી વેચીને પોતાનું ગુજરાન ચલાવી લેજો. આરતી તું બંને બાળકોને સારી રીતે રાખજે, પપ્પાને પણ સાથે રહેવા લઈ જજે. મને ઘણુ દુઃખ થાય છે પણ મારી પાસે કોઈ બીજો રસ્તો નથી. પપ્પા તમારી પાસે કોઈ રૂપિયા માગે તો માથે ના લેતા. સોરી માફ કરજો. જણાવી દઇએ કે, વડોદરાના રિફાઇનરી રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરતા હતા અને ઓનલાઇન ગેમ રમવાનો ખૂબ જ શોખ હોવાથી તેમને દેવું થઈ જતા તેમણે જીવાદોરી ટૂંકાવી લીધી.

Shah Jina