11 બાળકોના પિતાએ 56 વર્ષની ઉંમરે કર્યા 5મી વખત લગ્ન, દીકરીએ શોધી દુલ્હન, પરિવારમાં છે 62 લોકો

11 બાળકોના પિતા 56 વર્ષિય વ્યક્તિએ કર્યા પાંચમી વાર લગ્ન, પરિવારમાં કુલ છે 62 લોકો

ભાગ્યે જ કોઈને જીવનભરનો સાચો પ્રેમ મળે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને કાયમ પ્રેમ મળે છે. દરેક વ્યક્તિને જીવનમાં એકવાર સાચો પ્રેમ મળે છે. પરંતુ પાકિસ્તાનમાં રહેતા 56 વર્ષીય શૌકતને પાંચમી વખત સાચો પ્રેમ મળ્યો. શૌકતે પાંચમી વખત લગ્ન કર્યા છે. શૌકતને પહેલેથી જ 10 દીકરીઓ અને એક દીકરો છે. આ સિવાય 40 પૌત્ર-પૌત્રીઓ સહિત 62 સભ્યોનો મોટો પરિવાર છે. શૌકતને ચાર પત્નીઓથી 10 દીકરીઓ અને એક દીકરો છે. તે કુલ 11 બાળકોનો પિતા છે. જેમાંથી 9 બાળકોના લગ્ન થયા છે.

બે દીકરીઓનાં હજી લગ્ન થયાં નથી. પરિવારમાં 40 પૌત્રો, 11 બાળકો, પુત્રવધૂ, જમાઈ અને કુલ 62 સભ્યો છે. શૌકતની સ્ટોરી એક યુટ્યુબ ચેનલ દ્વારા સામે આવી છે. તેણે એક યુટ્યુબરને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે કેવી રીતે 5મા લગ્ન માટે સંમત થયો. તમને જણાવી દઈએ કે શૌકતે આ પહેલા 4 લગ્ન કર્યા હતા. ચારેય પત્નીઓ મૃત્યુ પામી હતી. તે પછી તેણે તેના બાળકોની સંભાળ લીધી. પણ બે દીકરીઓ કે જે હજુ પરણી નહોતી, તે ચિંતા કરવા લાગી કે અમારા બે બહેનોનાં લગ્ન થશે તો અબ્બા ઘરમાં એકલા રહેશે.

આ માટે બંને બહેનોએ તેમના પિતા માટે કન્યા શોધવાનું શરૂ કર્યું. જ્યારે કન્યા મળી ત્યારે તેણે તેના પિતાને તેની સાથે પરિચય કરાવ્યો. આ પછી 11 બાળકોના પિતા શૌકતે હા પાડી. તેણે કહ્યું કે જો બધા જતા રહે તો મને પણ સારું નથી લાગતું. આપણે પણ આપણું જીવન જીવવાનું છે. જ્યારે પત્નીને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. તેણીને એક મોટો પરિવાર ગમે છે, તે એડજસ્ટ થશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ઘરમાં 62 લોકો છે, જો તેઓ બે ચપાતી ખાશે તો કુલ 124 બનાવવી પડશે. તેણે કહ્યું કે કંઇ નહિ, સારુ લાગશે.

શૌકતને તેની જૂની પત્નીઓ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યું – તે હવે સાથ છોડી ચૂકી છે. જો કે આ પહેલીવાર નથી કે બહુપત્નીત્વ ધરાવતી વ્યક્તિ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હોય. કેટલાક દિવસ પહેલા જ સાઉદી અરેબિયાના રહેવાસી 63 વર્ષીય અબુ અબ્દુલ્લા પોતાના 53 લગ્નોને લઈને ચર્ચામાં આવ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં અબુએ કહ્યું હતું કે તેણે પોતાના જીવનમાં સ્થિરતા માટે લગ્ન કર્યા છે, આનંદ માટે નહીં.

Shah Jina